લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akbar.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
હુમાયૂં–અકબરનું બાલ્ય


કેમ તે વિચાર કરવાને એક સભા બોલાવી. કેટલાકને હુમાયૂંના દિવસો ચડતા લાગવાથી એવી સલાહ આપી કે વિશ્વાસલાયક અને દબદબા ભરેલા રસાલાની સાથે એ બાળકને હુમાયૂં પાસે મોકલી દેવો. બીજાઓએ એમ વિચાર કર્યો કે શ્કરી મીરઝાં તેના મોટા ભાઈ હુમાયૂંની સાથે એટલો તો બેવફાઇથી વર્ત્યો છે કે પશ્ચાત્તાપ સૂચક કાંઈ પણ કામ કામમાં આવવાનું નથી. માટે એણે કામરાનની મહેરબાની કાયમ રહે એમજ વર્તવું એ વધારે સારૂં છે. આ પાછલી દલીલ ફાવી અને અસાધારણ સખ્ત શીયાળો હતો તોપણ આ બાળક શાહજાદાને અને તેની બહેન ક્ષીબાનુ બેગમને તેમના સેવકો સાથે કાબુલ મોકલાવી દીધાં. થોડીક મુશીબતો–જે દરમિયાન તેમની સાથે મોકલેલા રસાલાને વખતે આ લોકો બચવાનો પ્રયત્ન પણ નહિ કરે એવો ભય લાગ્યો હતો, તે વેઠ્યા પછી આ મંડળ કાબુલ સહીસલામત પહોંચ્યું. અને ત્યાં આગળ કામરાને બાબરની મહેરબાનીની બહેન ખાનેઝાદા બેગમ નામની પોતાની ફોઈને આ ભત્રિજાને સોંપ્યો. આ બાળક શાહજાદાના નાનપણમાં જે યાઓ અને સેવકો હતાં તેમને આ શુભનામી બેગમે સહુસહુના અધિકારમાં રાખ્યા અને પોતાની દેખરેખ નીચે થોડાક દિવસ એ શાહજાદો રહ્યો ત્યાં સુધી બહુ કોમળતાથી તેની કાળજી રાખી. કમનસીબે આ દેખરેખ બહુ થોડો વખત રહી. ૧૪૫૫ ના સપ્ટેમ્બરમાં હુમાયૂંએ કન્દહાર સર કર્યું એ સમાચાર સાંભળતાં કામરાન મોટા ગભરાટમાં પડી ગયો. એ વહેમી અને ઈર્ષ્યાખોર હતો. અને કબરને હુમાયૂંની વિરૂદ્ધ ઉપયોગમાં આવી શકે એવું તલીસમાન ગણીને તે શાહજાદાને એની વડી ફોઈની પાસેથી ખસેડી કુચકીલાન નામના એક વિશ્વાસુ સેવકને સોંપ્યો. પણ તે દિવસોમાં એક પછી એક બનાવો ઝડપથી બનવા લાગ્યા. હુમાયૂં કન્દહારમાં પાયો રાખીને એક લશ્કર સાથે કાબુલ તરફ નીકળી પડ્યો, નવેમ્બરના પહેલા અઠવાડીયામાં તે શહેર આગળ દેખા દીધી. પંદરમી તારીખે તે શહેરને વશ થવાની જરૂર પાડી. કામરાન ઘઝની નાશી ગયો હતો, પણ હુમાયૂંને જે પુત્રથી આટલો લાંબો વખત વિખુટો પડ્યો હતો તેને મળવાનો સંતોષ થયો. વળતા વરસના વસંત સુધીમાં હામીદા બેગમ આવી પહોંચી નહતી.