ત્યારબાદ તેણે તમામ રાજ્યચિન્હો આભૂષણો અને રાજમુકુટ, હજુરી અમલદારો, ખાસ બાદશાહના અંગરક્ષકો (તથા હુમાયૂંનો ભાઈ કામરાનનો શાહજાદો જે વખતે ગાદીનો હક કરે એવો સંભવ હતો). તેમની સાથે નવા બાદશાહના પંજાબ મધ્યેના મુકામ ઉપર મોકલાવી દીધાં. આટલું કર્યા પછી તેણે હેમુના હુમલા સામે પાયતખ્તનું રક્ષણ કરવાનાં પગલાં લીધાં.
પ્રકરણ ૮ મું.
પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ.
ઉપર જણાવ્યું છે કે પોતાના લશ્કરને મોખરે અકબર ક્લાનોરમાં દાખલ થતો હતો તેવામાં તેને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. આ વખતે તેણે કાબુલના ફિતુરની વાત સાંભળી નહતી તેમજ તેના અતાલીક બેહેરામખાંએ દિલ્હી સામે હેમુની હીલચાલના સંભવ ઉપર કાંઈ વિચાર કર્યો નહતો. આથી પહેલા થોડા દિવસ તે એમ જણાયું કે જેનો પરાભવ કરવાને તેના બાપે તેને પંજાબ મોકલ્યો હતો તે સિકંદરશાહ એકલોજ જાણે લડવા જેવો શત્રુ છે. આ નવાબ હજી હથિયારબંધ હતો અને કાશ્મીર તરફ ધીમે ધીમે ખસતો હતો. આ ઉપરથી જુવાન બાદશાહને અને તેના અતાલીકને આપણું પહેલું કામ પંજાબ નિર્ભય કરવાનું છે એમ જણાયું. અને તે અર્થ સાધવા માટે પહેલવહેલો સિકંદશાહનો કેડો લેવો જોઈએ એમ લાગ્યું. આ ધોરણને અનુસારે ક્લાનોરથી લશ્કર ઉપડ્યું અને સિકંદરશાહની પાછળ થઈ તેને સિપાલીકની ગિરિમાલામાં આવેલા માન્કોટના દુર્ગમાં આશ્રય લેવાની જરૂર પાડી. માનકોટનો દુર્ગ બહુ અભેદ્ય હોવાથી અને હિંદુસ્તાન અને કાબુલમાં બનતી પ્રતિકૂળ બીનાઓના સમાચાર મળવાથી તે કિલ્લો તોડવા સારૂ એક સૈન્ય ત્યાં રાખીનેજ સેનાપતિઓ સંતોષ પામ્યા અને જાલંધર તરફ પાછા વળ્યા.
આ વખત ખરેખર અણીનો હતો. કાબુલમાં ફિતુર થયું હતું એટલુંજ નહિ પણ ડગલે ડગલે વધતા જતા લશ્કર સાથે એક પણ ઘા માર્યા