પૃષ્ઠ:Akbar.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
અકબર


વિના હેમુએ આગ્રા સર કર્યું હતું અને દિલ્હી તરફ હઠતા દુર્ગરક્ષક સૈન્યની પાછળ પડ્યો હતો. એક દિવસ પછી એવા સમાચાર મળ્યા કે તેણે દિલ્હીની નજીક એક મુગલ લશ્કરને હરાવી તે દિલ્હીમાં દાખલ થયો છે, અને તાર્દીબેગ પરાભવ પામેલા લશ્કરના રહ્યા સહ્યા માણસોની સાથે સરહિંદ તરફ નાસી ગયો છે.

સંખ્યાબંધ મંત્રીઓ હોય ત્યાં હમેશાં ડાહાજ સલાહ મળે એમ ન સમજવું. હેમુના વિજ્યની વાત સાંભળી ત્યારે અકબરે તેના વિગ્રહકુશળ અમીરોની સભા બોલાવી અને તેમની સલાહ માંગી. માત્ર એકજ અપવાદે તેઓ સર્વેએ કાબુલનો આશ્રય લેવાની દલીલ રજુ કરી. અમને ખાત્રી છે કે આ પર્વતદુર્ગ આપને જરૂર મળશે. અને હિંદુસ્તાન ઉપર નવી ચઢાઈ કરવા લાયક શુભ પ્રસંગો આવે ત્યાં સુધી આપ ત્યાં રહી શકશો. આ સલાહની વિરૂદ્ધ બેરામખાંએ પોતાનો સતેજ અવાજ ઉઠાવ્યો. તેણે એકદમ સતલજ ઓળંગીને સરહિંદ આગળ તાર્દીબેગને મળી ત્યાંથી હેમુની સામે જરા પણ વખત ખોયા વિના ધસારો કરવાની સલાહ આપી. તેણે કહ્યું કે બે વાર મેળવેલી અને બે વાર ખોયેલી દિલ્હી ગમે તેમ થાય તોપણ પાછી મેળવવીજ જોઈએ. ભવિષ્ય નક્કી કરનાર દીલ્હી છે કાબુલ નથી. દિલ્હી સર કર્યા પછી કાબુલ સહેલાઈથી મેળવી શકાશે. અકબરનું સ્વાભાવિક વલણ તાલીકની સલાહ સાથે મળ્યું અને સતલજ સોંસરી તરતજ કુચ કરવાનો હુકમ અપાયો.

કબર અને હેરામ ખરી રીતે સમજી ગયા કે હિંદુસ્તાનની હેનશાહત અને કાબુલનું નાનું રાજ્ય એ બે વચ્ચે એમને પસંદગી કરવાની છે. હિંદુસ્તાનના પોતાના મિત્રો તરફથી એમને એવા સમાચાર મળ્યા હતા કે દિલ્હીની પુરવણીમાં પંજાબ સર કરવાની હેમુ તૈયારી કરે છે. હેમુની આગળ નીકળવું અને આરંભનું પગલું તેને ન ભરવા દેતાં પોતેજ ભરવું, (જે એશીઆના વતનીઓમાં મહા મોટું કામ ગણાય છે) તે વિજય મેળવવા માટે લગભગ અવશ્યનુંજ હતું. આમ વિચાર કરી કબર જલંધરથી ઓક્ટોમ્બરમાં ઉપડ્યો અને સતલજ નદી ઓળંગી, સરહિંદ