શહેર આગળ પહોંચ્યો. ત્યાં તે દિલ્હીના ગઢ આગળ હારેલા અમીરો તથા
તાર્દીબેગને મળ્યો. એમના આંહી પહોંચ્યા પછી જે સંજોગ બન્યા તેથી અતાલિકે ધારણ કરેલી નિરંકુશ સત્તાની અસૂયાનાં પ્રથમ બીજ અકબરના દિલમાં રોપાયાં. તાર્દીબેગ તર્કી ઉમરાવ હતો. અને હુંમાયૂં અને બીજા ભાઇઓ વચ્ચેના વિગ્રહમાં એક કરતાં વધારે વાર એક પક્ષ મૂકી બીજા પક્ષમાં ગયો હતો તોપણ આખરે અકબરના પિતા હુમાયૂંનો પક્ષનો થઈ રહ્યો હતો. જ્યારે હુમાયૂં મરણ પામ્યો ત્યારે તાર્દીબેગેજ પોતાની બુદ્ધિ અને વફાદારીથી કામરાનનો એક શાહજાદો તે વખતે દિલ્હીમાં હતો તોપણ અકબરને માટે લોહી વહેવરાવ્યા વિના રાજ્યપ્રાપ્તિ સિદ્ધ કરવાનો વિજય મેળવ્યો હતો. હેમુને હાથે હાર ખાધા પછી કેટલાક અમીરોના મત પ્રમાણે તેણે દિલ્હીનો કબજે જરા ન છાજતી ઉતાવળે છોડી દીધો હતો. પણ આ પ્રપંચકૌશલ્યની ભૂલ એ કાંઈ ગુન્હો ન કહેવાય. એણે સરહિંદમાં અકબરને માટે એક જબરૂં સૈન્ય તૈયાર કર્યું તો હતુંજ. પણ તાર્દીબેગ અને બેરામખાનની આ ઈર્ષ્યા ધર્મભેદથી વધી પડી હતી. કેમકે મહમદના ધર્મનો બે ભેદ શીયા અને સુન્ની તેમાં બેરામ શીયા પંથનો અને તાર્દીબેગ સુન્ની મતનો હતો. આ ઉપરથી તાર્દીબંગ સરહિંદ આવ્યો ત્યારે બેરામે એને પોતાના તંબુમાં બોલાવ્યો અને ત્યાં તેને ઠાર કરાવ્યો. આ અન્યાયના કર્મ માટે અકબર બહુજ નાખુશ થયો અને બેરામ પોતાના કામનું વાજબીપણું સિદ્ધ કરવામાં ફતેહ પામ્યો નહિ. આપણે એમ અનુમાન કરીયે તો કરાય–કે ઉમરાવોની યોગ્ય અધીનતા સિદ્ધ કરવા સારૂ બંદોબસ્તના હકમાં આવું પગલું ભરવું જરૂરનું હતું, એવું કારણ બતાવવાનું બાહાનું તેણે કહાડ્યું હશે.
દરમિયાન, નવા ધારણ કરેલા ‘રાજા’ એ કાબુલથી ખુશી થતો અને સૈન્ય એકઠું કરતો હેમુ દિલ્હીમાં રહ્યો. પણ તેણે જ્યારે સાંભળ્યું કે અકબર સરહિદ પહોંચ્યો છે ત્યારે તેણે પોતાનું તોપખાનું દિલ્હીની ઉત્તરે પાંત્રીસ માઈલ ઉપર આવેલા પાણીપત આગળ મોકલ્યું અને પાયદળ તથા ઘોડેસ્વાર લશ્કર સાથે પોતે તરતજ ત્યાં જવાનો ઈરાદો કર્યો. આણી તરફ