પૃષ્ઠ:Akbar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
અકબર


કબર પણ સરહિંદથી એજ દિશાએ જતો હતો; વિશેષમાં લી–કુલીખાં–ઈ. શાઇબાનીની સરદારી નીચે દશ હજાર ઘોડેસ્વારનું સૈન્ય આગળથી મોકલવાનું સાવધ પગલું તેણે ભર્યું હતું. આ સરદાર તાર્દીબેગની સાથે હેમુની સામે દિલ્હી આગળ લડ્યો હતો અને તાર્દીબેગનું ઉતાવળથી પાછો હઠવાનું પગલું તેણે નિંદ્યું હતું. લીકુલી પાણીપત સુધી પહોંચ્યો અને હેમુના લશ્કરની તોપો રક્ષક વિનાની પડેલી જોઇને તેના ઉપર ધસી પડ્યો અને બધી કેદ કરી. આ તેજસ્વી પરાક્રમની કદર પીછાની તેને ખાનઝમાન બનાવવામાં આવ્યો અને તે દિવસથી આ નામથી તે ઈતિહાસમાં ઓળખાય છે. આ કમનસીબથી હેમુ બહુ નિરૂત્સાહ થઈ ગયો. કારણ એવું જણાવવામાં આવે છે કે આ તોપો તર્કીમાંથી મેળવેલી હતી અને તેના ઉપર બહુ માનની નજર રખાતી. તોપણ વિલંબ કર્યા વિના એ પાણીપત તરફ દડમજલે ચાલ્યો.

કબર અને બેરામ સને ૧૫૫૬ ના નવેમ્બરની પાંચમી તારીખે પાણીપતની સપાટ ભૂમિ તરફ કુચ કરતા હતા, તેવામાં તેમણે તેમની તરફ આવતું હેમુનું લશ્કર દીઠું. આ જુવાન બાદશાહના મનમાં આ વખતે મને લાગે છે કે એવો વિચાર આવ્યોજ હોવો જોઈએ–કે બરાબર ત્રીસ વર્ષ ઉપર તેના પિતામહ બાબરે આ જમીન ઉપર લોદીવંશને કચરી નાંખી હિંદુસ્તાનનું રાજ્ય લીધું હતું. આ વખતે તેના સામું એક રાજ્ય છીનવી લેનારનું સૈન્ય આવતું હતું. જે એના બાપને હાંકી કહાડનાર સુરવંશની સાથે લગ્નથી સંબંધ ધરાવતો હતો. તેણે જાણ્યું જ હશે કે આ લડાઈ આ સૈકાને માટે નિર્ણયકર્તા લડાઈ થવાની. પણ ગમે એટલે અગમચેતીવાળો એ હતો તોપણ એ એવો ભવિષ્યવેત્તા ક્યાંથી હોય કે એ એમ જાણે કે આ લડાઈ બસેં વર્ષ ઉપર પર્યત કાયમ રહેનાર એક વંશની હિંદુસ્તાનમાં સ્થાપના કરવાનું આરંભ બિંદુ થશે. તેમ તે શી રીતે જાણી શકે તે વંશને નિસ્તેજ કરવા સારૂ ઉત્તરમાંથી બીજી એક ચઢાઈની અને બીજી પાણીપતની લડાઈની જરૂર પડશે અને તેનો સમૂળો નાશ કરવા એટલેન્ટિક મહાસાગરમાં આવેલા એક ટાપુમાં વસનારા પરદેશી લોકોને આવવું પડશે.