પૃષ્ઠ:Akbar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
અકબર


લેવાનો વખત હવે આવ્યો છે. કબરની તો મરજીજ હતી. એને અઢારમું વર્ષ ચાલતું હતું. એના બાપના વારસાનો કેટલોક ભાગ પાણીપતની લડાઈએ મેળવી આપ્યા પછી જે ચાર વર્ષો ગયાં તે વર્ષોને એણે પોતાના સ્વાભાવિક ગુણોને દૃઢ કરે અને ખીલવે એવી રીતે ગાળ્યાં હતાં. પણ એના મુખ્ય પ્રધાને વારંવાર બતાવેલી ક્રૂર અને તરંગી રીતભાતની વૃત્તિને એ જોતો અને ધિઃકારતો, તોપણ નાનપણથી પોતાના સંભાળનાર ઉપર ઉદાર દીલના માણસો જે સ્વાભાવિક પ્રીતિ રાખે છે તે પ્રીતિ બેરામને માટે તે રાખતો હતો. અનુભવથી બેરામના સ્વભાવમાં એને સમજણ પડી ગઈ હતી કે–એની સાથે જરા પણ તોડવું તે પૂરી રીતેજ તોડવું. એને એવી રીતે દૂર કરવો જોઈએ કે પછી કંઈ પણ સત્તાની આશા એરાખી શકે જ નહિ. કાં બધી સત્તા કે કાં જરા પણ નહિ એજ એને માટે ખરો માર્ગ હતો. સને ૧પ૬૦ ની શરૂઆતમાં એવા ઘણા પ્રસંગો આવ્યા કે જેણે રાજ્યની લગામ પોતાના હાથમાં લેવાનો કબરને નિશ્ચય કરાવ્યો. પછી પોતાના પ્રધાનને આ ઠરાવ જણાવવાનો નિશ્ચય કરી તે આગ્રાથી દિલ્હી ગયો. બેરામે પંડેજ ઘણી વાર જે હરીફ અથવા ઉમરાવને એ ધિઃકારતો તેને દૂર કરવાની રીતનો દાખલો આપ્યો હતો. એની રીત તલવાર અને ખંજરની હતી. પણ આ જુવાન બાદશાહના સત્ત્વગુણી મનને આ રીત ધિઃકારવા યોગ્ય લાગી. અને–તે વખતના લેખો ઉપરથી આપણે જેટલી માહીતી એકઠી કરી શકીએ–તે પ્રમાણે આ જાતનો રસ્તો સૂચવવાની કોઈને હીમત પણ નહતી. એની માએ અને ધાત્રીએ જે રસ્તો એને સૂચવ્યો હતો તે એ હતો કે પ્રધાનને મક્કાની માન ભરી યાત્રાએ જવાનું કહેવું. અને તે એવી રીતે કહેવું કે એની અસર હુકમના જેવીજ થાય. બેરામે ઘણી વાર જાહેરમાં કહ્યું હતું કે બીજાના હાથમાં રાજ્યભાર નિર્ભયરીતે ર્પીને મોક્ષદાયિની મક્કાની યાત્રા કરવાનો મને વખત મળે એને માટે હું ઘણો આતુર છું. હથીયારથી કાંઈ પણ તોફાન ન થાય એને માટે કંઈક ચિંતા હોવાથી દિલ્હી આવીને તેણે એક જાહેરનામું કહાડ્યું. એમાં એણે જણાવ્યું કે મેં રાજ્યકારભાર મારા હાથમાં લીધો છે માટે મારા સિવાય કોઈની પણ આજ્ઞા માન્ય ગણવી નહિ. આ મતલબનો સંદેશો એણે બેરામને