પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮


વળી આ ઉપરની સરખામણીમાં મુંબાઇસરકાર તેમજ રેલવે કંપનીઓએ પોતાના નોકરોના પગાર વધાર્યા છે તે હકીકત પર ધ્યાન રાખવામાં આવ્યું નથી.

મિ○ બૅન્કરના હકીકતપત્રના બાકી રહેલા ભાગમાં મજુરો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ તે મુદ્દાને આધારે તેમનો પક્ષ સબળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં પણ કેટલીક બાબતો ખોટી રીતે મુકવામાં આવી છે.

૧ અમે તેમાંની નીચેની બાબતો ખરી ન હોવા સંબંધે ખાત્રી ધરાવીએ છીએ. (अ) સાધારણ મજુરના કુટુંબમાં એક પુરૂષ, તેની સ્ત્રી અને ત્રણ ચાર છોકરાં હોય છે.

અમે પુરેપુરી તપાસ કરીને એ નિર્ણય પર આવ્યા છીયે કે સાધારણ મજુરના કુટુંબમાં માબાપ ઉપરાંત ઘણેખરે ઠેકાણે એક જ છોકરું હોય છે, અને ઘણે જ થોડે ઠેકાણે બે હોય છે, આમ હોવાથી તેમની ગણત્રી ખોટી ઇબારત પર રચાઈ છે.

(ब) આખા કુટુંબનું પોષણ એકલે પુરૂષ જ કરે છે.

આ સંબંધે પણ સર્વ કોઈ જાણે છે કે ઘણેખરે ઠેકાણે છોકરાઓ કામ કરતા હોય છે. આમ હોવાથી આ બાબત પર ભાર મુકવાની જરૂર નથી. મીલોમાં ઘણાં છોકરાં કામે લાગે છે તે દેખીતું છે. વળી કોઈ કોઈ ઠેકાણે તો સ્ત્રીઓ પણ કામ કરે છે. આમ હોવાથી મીલ-