પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦


મૂડીવાળા બન્નેને પરસ્પર લાભ થાય. આ બાબતમાં આપણા મજુરીયાત લોકોએ તેમના મુંબઇના ભાઈઓનું અનુકરણ કરવું ઘટે છે.

(इ) બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મજુરો વારંવાર નોકરી બદલે છે. મીલોની બદલીનું પત્રક જોતાં જણાઈ આવશે કે તેઓ સ્થિર રહી શકતા નથી. આને લીધે અમને તેમજ મીલને ઘણું જ નુકસાન થાય છે.

(फ) આ બાબતમાં કૅલિકો મીલમાં તૈયાર થયેલા માલનું પત્રક જોવા અમે વિનયપૂર્વક વિનંતિ કરીયે છીયે. તેમાંથી સ્પષ્ટ દીસી આવે છે કે પ્લેગનો વધારો તથા વધારે પગાર આપવાથી પણ મીલની કમાણીમાં કંઇ સારો વધારો થયો નથી; બલ્કે તે ઘણી જ ઓછી થઈ ગઈ છે. મજુરોને વધારે કમાવાની જે તકો આપવામાં આવી છે તેનું પરિણામ એ થયું છે કે માલ ઓછો તૈયાર થયો છે; અને આમ હોવાથી અમને આને અંગે લાભ થવાને બદલે નકામું ઘણું જ નુકસાન થયું છે. તે જ પત્રક પરથી બીજી બાબત એ જણાઈ આવશે કે જે વધારો મજૂરવર્ગ હમણાં માગે છે તે તેમજ તેથી વધારે તેઓ મેળવી શક્યા હોત, પરંતુ તેમને આપવામાં આવેલી તકોનો પણ તેમણે લાભ લીધો નથી. અમે આનું કારણ એમ સમજીયે છીયે કે મજુરોની ટેવ અને રીતભાત આળસ વગેરેથી ભરેલી છે. તેમને અમુક કમાઈ મળે તેમજ અમુક સગવડો મળે એ બેથી તેઓ સંતોષ માને છે, અને મહોરમ વગેરે તહેવારના દિવસો સિવાય બીજી બધી વખતે વધારો