પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪


મેળવવા હું અસમર્થ થઈ પડ્યો. હું એ પણ જાણતો હતો કે મીલમાલિકો પાસેથી ઓછામાં ઓછું જે હું મેળવી શકું તેનાથી જ, અને મજુરોએ લીધેલી પ્રતિજ્ઞાનાં તત્ત્વોની સિદ્ધિને બદલે તેના સ્થૂળ અર્થની સિદ્ધિથી જ મારે સંતોષ માનવો પડશે; અને તેમજ થયું છે. મેં મારી પ્રતિજ્ઞાના દોષો એક ત્રાજવામાં મુક્યા, અને બીજામાં તેના ગુણો મુક્યા. મનુષ્ય–પ્રાણીનાં એવાં કર્મ તો ક્વચિત જ હશે કે જે સાવ દોષરહિત હશે. મને ખબર હતી કે મારૂં કર્મ તો ખાસ દોષવાળું છે. પરંતુ ભવિષ્યની પ્રજા એમ કહે કે ઈશ્વર સમક્ષ વીસ વીસ દિવસ થયાં લેવાયલી પ્રતિજ્ઞા દસ હજાર માણસે ઓચિંતી તોડી, તેના કરતાં મીલમાલિકોની સ્વતંત્રતા અને સ્થિતિ અણઘટતી રીતે કફોડી અવસ્થામાં મુકવાથી મારી અપકીર્તિ થાય, એ મને વધારે ગમ્યું. મારી એવી દૃઢ માન્યતા છે કે જ્યાં સુધી માણસો લોઢા જેવા કઠણ થયા નથી, અને જ્યાં સુધી દુનીયા તેએનાં વચનને, મીડ અને ફારીસીના કાયદા પેઠે કદિ ન તુટે તેવું અચલ ન ગણે, ત્યાં સુધી તેઓ એક પ્રજા થઇ શકતી નથી. મિત્રોએ ગમે તે મત બાંધ્યો હોય, છતાં અત્યારે તો મને લાગે છે કે ભવિષ્યમાં આવો પ્રસંગ આવે, તો આ પત્રમાં વર્ણવ્યા છે એવા સામાન્ય પ્રકારનો પાઠ ફરીથી ભજવવામાં હું પાછો નહિ પડું.

આ પત્ર હું બંધ કરૂં તે પહેલાં હું બે જણનાં નામ જણાવવા ઈચ્છું છું. તે માટે હિન્દને મગરૂર થવા કારણ છે. રા○ અંબાલાલ સારાભાઈ મીલમાલિકોના પ્રતિનિધિ હતા. તે એક લાયક ગૃહસ્થ છે; અને ઘણા