પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪


આટલા ઇતિહાસ પછી વિશેષ લખવાનું નથી રહેતું. મજુરપક્ષ અને મીલમાલિકોના પક્ષ તરફથી ચુંટાયેલા પંચ પ્રોર. આનંદશંકરને અને પક્ષ તરફથી રજુ કરવામાં આવેલી હકીકત પરિશિષ્ટમાં અક્ષરશઃ છાપવામાં આવી છે, અને પંચ સાહેબનો નિવેડો પણ ત્યાં જ આપેલો છે, એટલે તેનો અહીં પુનરૂલ્લેખ કરવાની જરૂર નથી. મજુર-પક્ષની એકે હકીકતનો ઉત્તર આપવાની મીલમાલિકપક્ષે જરૂર જોઈ નથી એટલું જ નહિ, પણ ઉદ્યોગના બે મોટા પક્ષો વચ્ચે જે સબંધ છે તથા હોવો જોઈએ તે વિષે કેટલાક સંકુચિત વિચારો રજુ કર્યાં છે. નવાઇ નથી કે પંચ સાહેબને એમાંથી પોતાને જે જોઈતું હતું તે કાંઇ ન મળ્યું એટલે, અને પ્રથમના કરતાં બમણા ત્રમણા નફા કરનાર મીલમાલિકો ફરજ પડે તો મજુરોને ચાહે તેટલા ટકા વધારે આપી શકે છે એમ પોતે પ્રત્યક્ષ જોયું એટલે, તેમણે વ્યવહારૂ ન્યાય આપી દીધો કેઃ ‘મીલમાલિકોએ કારીગરોને તકરારને લગતા બાકીના વખતના પગારમાં ૩૫ ટકા વધારો આપવો—એટલે કે ૨૭ાા ટકા આપતાં બાકી રહેલી રકમ તેઓએ કારીગરોને આપવી.’ આથી જે નિશ્ચયથી ગાંધીજીએ મજુરોને કહેલું કેઃ ‘પંચ પાસેથી પણ આપણે ૩૫ ટકા લઈ શકીશું’ એ શબ્દો અક્ષરેઅક્ષર સાચા પડ્યા છે.

ગાંધીને પુણ્ય પ્રતાપે અમદાવાદે–અને અમદાવાદને નિમિત્તે હિંદુસ્તાને,–આ સીધી, સુંદર અને નિર્દોષ લડતનો લ્હાવો લીધો. અગાઉ ઘણીએ વાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં મીલમાલિકો અને મીલમજુરો વચ્ચે લડતો થઇ છે,