પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩


એક આના લેખે સોળ આના વ્યાજ થયું. આટલું વ્યાજ આપનાર, મુદ્દલ જેટલું વ્યાજ એક વરસ ને ચાર મહિનાની અંદર ભરી દે છે. આ પોણોસો ટકા વ્યાજ થયું. બારથી સોળ ટકા વ્યાજ આપવું પડે તે પણ આકરૂં ગણાય છે, તો પોણોસો ટકા આપનારા માણસ કેમ ઉભો થઇ શકે? રૂપીયા ઉપર ચાર આના આપનારનું તો પુછવું જ શું? એ માણસને મહિનાના સોળ રૂપીયા ઉપર ચાર રૂપીયા ભરવા પડે અને ચાર મહિનામાં તો મુદ્દલ જેટલા આપવા પડે. આ વ્યાજ ત્રણસેં ટકા લેખે થયું. આવાં વ્યાજ ભરનારા માણસો હંમેશાં કરજમાં જ રહે છે અને તેમાંથી નીકળી શકતા નથી. વ્યાજનો માર મહમ્મદ પેગમ્બરે ભારે જોયેલો તેથી જ આપણે કુરાને શરીફની અંદર વ્યાજને વિષેની સખ્ત આયતો વાંચીએ છીએ. તેવાં જ કારણોથી હિન્દુ શાસ્ત્રોમાં દામદુપટનો ન્યાય દાખલ થયો હોવો જોઇએ. આ લડતને અંગે જો હિન્દુ અને મુસલમાન બધા મજુરો આવાં સખ્ત વ્યાજ નહિ ભરવાના કસમ લેશે તો તેઓની ઉપરથી ભારે બોજો ઉતરશે. બાર ટકાથી વધારે વ્યાજ કોઇએ પણ નહિ આપવું જોઇએ. કોઇ એમ કહેશે આ વાત તો ઠીક છે, પણ વ્યાજે લેવાયેલા છે તે કેમ ભરીએ ? એ તો હવે જીંદગીભર ચોંટેલી વસ્તુ છે. આવી સ્થિતિનો સારામાં સારો રસ્તો તો એ જ છે કે મજુર લોકોની અંદર એવાં મંડળો ઉભાં કરવાં કે જેથી એકબીજાને પૈસાની પણ મદદ મળી શકે. કેટલાકની સ્થિતિ એવી જોવામાં આવી છે કે જેઓ પોતાના વ્યાજના બોજા તળે કચરાઇ રહેલા ભાઇને મુક્ત કરી શકે છે. બહારના