પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ હળથી જે કાંઈ ચેડું ઘણું ઉત્પન્ન થાય તે પરજ સતેાષ માની તેએ ભૂખે દિવસ વ્યતીત કરે છે. તે બિચારા એમ ધારે છે કે તેમના ભાગ્યમાંજ એવું લખ્યું છે ! ભાગ્યદોષથીજ ભૂમિ એછી ફળદ્રુપ હાવાનું તેઓ માને છે; પરંતુ તેઓ જાણતા નથી કે અવિદ્યાના રૂપમાં પડી રહેવાથી તેમની આવી દુર્ગતિ થયેલી છે. વૈજ્ઞાનિક પ્રણાલીથી તેમની જમીન ખેડવામાં આવે તે તેજ ભૂમિ અધિક ફળદ્રુપ બની શકે એમ છે. “ પરંતુ તેમને વૈજ્ઞાનિક પ્રણાલી શીખવે કોણ ?” “ જેવી રીતે અહીંની સરકાર કરાડા રૂપિયા ખર્ચીને કૃષિકારોને શિક્ષણ આપે છે તેવી રીતે આપણી સરકારે પણ કરવું જોઇએ. .. મેં મુખ ભરેડયું. આ મુખમરેડનો અર્થ શું હતા તે મુન્શી- રામ સમજી ગયા. તેઓ નિ:શ્વાસ નાખતા મારી સાથે ભવનની બહાર નીકળ્યા. એરિય’ટલ ભવનમાં અમને ઘણી વાર લાગી નહિં. તેમાં અધિકાંશે ઇટલીમાં બનેલી મૂર્તિઓ હતી. યૂનાની હુન્નર હજી સુધી ઘટ- લીમાં વિશેષ છે. ત્યાંના કારીગરે સમગ્ર યુરેશપ અને અમેરિકાની આ પ્રકારની માગણી પૂરી કરે છે. બેશક, તેમનું કામ અતિ ઉચ્ચ કોટિનું છે. પ્રેક્ષક તેને જોઇ તેની પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. અમેરિયટલ નામ સાંભળીનેજ ચોંકી ગયા હતા, અમે ધારતા હતા કે કદાચ અમારી પુણ્ય ભૂમિની કોઇ વસ્તુને સ્પર્શ કરીને અમે કૃતાર્થ થશું, પરંતુ નિરાશા દેવીએ વિકટ હાસ્ય કરી નિરાદર- સહિત અમને બહાર હાંકી કાઢયા ! હવે મેન્યુફેકચરિંગ ભવનના વારા આવ્યા, યુનાઇટેડ સ્ટેટસમાં જે જે વસ્તુ યંત્રારા અને છે તે તે વસ્તુઓ અહીં રાખી હતી. ભિન્ન ભિન્ન કંપનીઓએ પોતપેાતાના પ્રતિનિધિ મેકિલ્યા હતા.