પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
અમેરિકાનો પ્રવાસ

૧૨ અમેરિકાને પ્રવાસ શાખાએ પિટસબર્ગ નગરમાં છે. નગરની હાઇસ્કૂલાના છાત્રા, કન્યાઓના સમાજો તથા મજુરાની સાસાઇટીએ આ શાખાઓદારા આ બૃહત્ પુસ્તકાલયના સંપૂર્ણ લાભ લે છે. જે પુસ્તક જેને જોઇએ તેની સૂચના તે પેાતાની શાખાના પુસ્તકાધ્યક્ષને આપે છે અને તે એ ખબર બૃહત્ પુસ્તકાલયમાં પહેાંચાડે છે. બીજે દિવસે પુસ્તક તેના માગનારની પાસે પહેાંચી જાય છે! સર્વ પુસ્તકા મત વાંચવાને મળે છે. જોયું ? આવા માર્ગથીજ વિધાપ્રચાર થઈ શકે છે, માત્ર વાતથી કામ થતું નથી. આપણે કાશી આદિ ક્ષેત્રોમાં લાખો રૂપી વ્યર્થ લૂટાવી દઇએ છીએ, આળસુઓની સંખ્યા વધારી રહ્યા છીએ, પરંતુ આપણે કાશી અને ગયામાં પુસ્તકાલયે કંટલાં સ્થાપિત કર્યા છે? આપણા શિક્ષિત લૈકા દાનના ઉચિત પ્રબંધ કરી વિદ્યાલય, પુસ્તકા- લય આદિ સ્થાપિત કરી દેશનાં ભાલકાને વિધાદાન પણ આપી શકતા નથી : હવે સંગ્રહસ્થાનની વાત સાંભળે. આ સંગ્રહસ્થાન અમેરિકાનાં ગર માં સંગ્રહસ્થાના પૈકી એક છે. તેમાં નાની મેટી પંદર લાખ દર્શનીય વસ્તુઓ રાખેલી છે. આ સંગ્રહ પુષ્કળ દ્રવ્ય ખર્ચી અત્યંત પરિશ્રમથી એકત્ર કરવામાં આવ્યા છે. એમાં ખનીજ પદાર્થો, જડી- ભુટ્ટી તથા જંતુવિધા સંબંધી અતિ ઉપયોગી નમુના છે. અહીંના પુરાતત્વ તથા નરવરાવિધા સંબંધી સંગ્રહ પણ અદ્વિતીયજ છે. લલિતકલાનો વિભાગ વળી તેથી પણ ઉત્તમ છે. શ્રીમાન કારને- ગીએ કુશલ ચિત્રકારાનાં તૈલચિત્રા ચૂંટી ચૂંટીને અહીં રાખ્યાં છે. અમેરિકા તથા ચાપના ચિત્રકારનુ સર્વોત્તમ કાશય અહીં જોવામાં આવે છે. જે વિદ્યાર્થીએ આ કલામાં પ્રવીણ થવાને માટે વિધાલયમાં પ્રવેશ કરે છે તે કલાકાના કલાકો સુધી આ ચિત્રોની સામે બેસીને અભ્યાસ કરે છે.