પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
અમેરિકામાં વિદ્યાર્થિજીવન

અમેરિકામાં વિધાર્થાન ર અહીંનાં સર્વે વિશ્વવિદ્યાલયેામાં સાહિત્યસમાજ હાય છે. તેમાં પ્રવેશ કરીને વિદ્યાર્થી વ્યાખ્યાન આપતાં, વાદવિવાદ કરતાં તથા રાજ નૈતિક, ધાર્મિક આદિ વિષયાપર પ્રવચન કરતાં શીખે છે. આપણા દેશમાં વિદ્યાર્થીઓને રાજકીય વિષયની ચર્ચા કરવાની મના કરવામાં આવે છે, કૅલેજમાં ધાર્મિક વાદવિવાદ થતા નથી, કારણ કે તે થવાથી કેાઇનું દિલ દુઃખાવાને સંભવ હોય છે. વિદ્યાર્થીઓને કેવલ ફાનોગ્રાફની પેઠે ગે?ખણપટ્ટી શીખવવામાં આવે છે. આ ગેાખણપટ્ટીને તે પરીક્ષાના સમયે ગાખી કાઢે છે. અસ્તુ. પરંતુ અમેરિકાના સાહિત્ય- સમાજોમાં પ્રત્યેક રાજકીય ઘટના ઉપર વાવિવાદ કરાવવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીએ એક પક્ષ ગ્રહણ કરે છે; અને શેષ બીજો પક્ષ ગ્રહણ કરે છે. પછી વાદવિવાદનો આનદ લૂટે છે. હમણાં જાપાનીઆને કાઢી મૂકવાને જે પ્રશ્ન અમેરિકામાં ઉપસ્થિત થયા હતા તેની ઉપર વાશિગ્ટન, ડાહા અને આરેગન સંસ્થાનનાં વિશ્વવિધાલયેાની તરફથી ત્રણ મોટા દારુણુ વાદવિવાદ થયા હતા. પ્રત્યેક વિશ્વવિદ્યાલયમાં એ પક્ષ હતા; એક જાપાનીઓની તરફેણ કરનારા અને ખીજે તેમના વિરોધ કરનારા. ઉભય પક્ષે જબરી તૈયારી કરી હતી. નિષ્પક્ષપાત માણસાને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કૈવલ યુક્તિ અને પ્રમાણેા સાંભળીનેજ ચૂકાદો આપ્યો. વાશિગ્ટન વિશ્વવિદ્યાલયના જાપાનીને કાઢી મૂકવાની વાતને પુષ્ટિ આપનારા પક્ષ દ્વારી ગયા. આરેગનને પણ તે પક્ષ હારી ગયા. આ પ્રકારના વાદવિવાદથી ઉભય પક્ષની યુક્તિઓનું જ્ઞાન શ્રોતાઓને થાય છે અને તેમને જાતે વિચાર કરવા માટે પૂર્તી સામગ્રી મળે છે, એટલું જ નહિ પરંતુ આમ થવાથી વિદ્યાર્થીએ નિબંધ લખતાં, શેાધખોળ કરતાં તથા પોતાના દેશના હિતની સાધક ધક વાતાપર વિચાર કરતાં શીખે છે. આપને હું એક બીજું દ્રષ્ટાંત આપું છું. વિશ્વવિદ્યાલયની એક