પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
અમેરિકાનો પ્રવાસ

re અમેરિકાના પ્રવાસ ખરેખર, હું તો ત્યાં જવાનુ ભૂલી ગયા હતા. કેટલા વખત પે છે? t દશ તો ક્યારના વાગી ગયા. મેં નવ વાગે જવાનુ વચન આપ્યું હતું, તેથી હું ઝટપટ કપડાં પહેરી મીસ પાર્કની શાળા જોવાને જવા લાગ્યા. મીસ પાર્કર એક પરમ સુશિક્ષિત સ્ત્રી છે. તેની વય પ્રાયઃ ત્રીસ વર્ષની હશે. તે શરીરે ઉંચી છે અને તેને હેરા નેતાં વેંતજ પ્રીત થાય છે કે તે વિશેષ વિધારસિક છે. અધિક વિદ્યાભ્યાસથી તેના શરી- રમાં કૃશતા આવી ગઈ છે, પરંતુ બુદ્ધિતુ ઝવેરાત વાર્તાલાપની સાથેજ ખુલે છે. ભારતના પ્રાચીન ધર્મપર તે ધણી આસ્થા રાખે છે, અને જ્યારે જ્યારે કાઇ ભારતીય સજ્જને શહેરમાં આવે છે ત્યારે તે અવશ્ય તેમની સાથે પરિચય કરી તેમને ધાર્મિક વિષયાપર પ્રશ્નો કરે છે. આ ધર્મશ્રદ્ધાને લીધેજ તેમને મારી સાથે પરિચય થયો અને તેમણે મને તેમની શાળાની મુલાકાત લેવાની પ્રાર્થના કરી, જે મે સહર્ષ સ્વીકારી; અને તેથીજ હુ આજે તેમની શાળા જોવાને માટે ઘેરથી નીકળ્યેા. સ્કૂલદારપર જઇને મેં બટન દાખીને અંદરનાં માણુસાને મારા આગમનની સૂચના આપી. એક યુવાન રમણીએ દ્વાર ખોલ્યું. મે મારા પરિચય આપ્યા. તે રમણીએ સપ્રેમ મને અંદર લઇ જઇ બેસવાને ખુરશી આપી અને પછી તે મીસ પાર્કરને લાવવાને ચાલી ગઇ. tr મીસ પાર્કરે આવી સ્મિત સહિત મને કહ્યું: ઠીક, આપ આવી પહેાંચ્યા ? ” “ આવતાં વિલંબ થયા તે માટે ક્ષમા માગું છું. ” મેં કાંઇક લજ્જિત થઈ ઉત્તર આપ્યા. “ તેની કાંઈ હરકત નહિ, પરંતુ આપ નિ જોઇ શકશે