પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
અબ્રાહમ લિંકનની શતવર્ષી


૧૫૩ ગયા છે તે તે ભાગમાં તેમણે પોતાના આ દેશભૂષષ્ણુના જન્મસવ ઉજન્મ્યા અને તેના જીવનને પોતાના આદર્શ ગણી તેનાથી લાભ ગ્રહણ કરવાનું પણ કર્યું. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ મહાત્મામાં એવા તે કયા ગુણા હતા કે જેથી તેના દેશવાસીઓ તેને આટલી પૂજ્ય દ્રષ્ટિથી જુએ છે ? એવાં તે કયાં કારણ છે કે જે આ ધર્મ- માની ખ્યાતિ દિન પ્રતિદિન વધારતાં જાય છે? આ પ્રશ્નને સંક્ષિપ્ત ઉત્તર આપવાને અમે પ્રવૃત્ત થએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે મનુષ્ય- સમાજમાં ધર્મની ગ્લાનિ થાય છે અને જનસમુદાય પોતાની શક્તિથી પેાતાનાં દુઃખ દૂર કરી શકતા નથી, ત્યારે ત્યારે સમાજનાં દુ:ખા દૂર કરવાને અને ઉતિને માર્ગ સાફ કરવાને માટે મહાત્માએ જન્મ ગ્રહણ કરે છે. સર્વ જાતિએપર આવી વિપત્તિ આવી પડે છે અને આવ્યાજ કરશે. અમેરિકાવાસીએપર આવી વિપત્તિ ૧૮૫૯ માં આવી પડી હતી. આ વિપત્તિ રચી હતી તેનું સક્ષિપ્ત વર્ણન અત્ર આપું છું. સત્તરમી શતાબ્દીના આરબમાં યુરેપિયન લેક પોતપેતાના દેશથી આવીને ઉત્તર અમેરિકામાં વસ્તી કરવા લાગ્યા. અમેરિકા એક જંગલી દેશ હતા, તેથી તેમને જગલ સાફ કરવાને તથા ઇતર કામેાને- માટે મજુરાની ઘણી જરૂર પડી; પરંતુ મન્નુરે ત્યાં શી રીતે મળી શકે? ત્યાં તે સર્વ જમીનદાર હતા; આથી તેમની આ આવશ્યકતા પૂર્ણ કરી દ્રવ્ય કમાવાને માટે પોર્ટુગાલવાસીઓએ આફ્રિકાના હબસી લાવીને વેચવાનો પ્રારા લીધા. ધીમે ધીમે આ વ્યાપાર અંગ્રેજ લોકોના હાથમાં આવ્યા. હારા નિરપરાધી અસીએ પ્રતિવર્ષે ઘેટાં અકરાંની પેઠે વેચાવા લાગ્યા. નવી દુનિયાના મનુષ્યસમાજની ભાવી વિપત્તિનું બી જારાપણુ આજ સમયથી થયું. ૧૭૭ માં જ્યારે અમેરિકાનાં તેર સંસ્થાનોએ સ્વતંત્રતાના