પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કરતા આ સિવાય મીન પણ ઘણાં કામા કરે છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રત્યેક શનિવારને દિવસે મોટી મોટી દુકાનામાં જઈ ગુમાસ્તાનુ કામ કરે છે. શનિ- વારના દિવસે દુકાનેમાં ઘણી ભીડ રહે છે. તે દિવસે મજુરીના ધંધા કરનારકાના પગાર વહેંચાય છે. આથી તે દિવસે દુકાનદારને અધિક કાર્યકર્તાઓની આવશ્યકતા પડે છે. વિદ્યાર્થીઓ એક દિવસ પ્રમ કરી નવ દશ રૂપીઆ કમાઇ લે છે. આ પ્રકારે તેઓ એક મહિ નામાં ચાર શનિવાર કામ કરે છે. કેટલાક વિદ્યાર્થી રેલ્વે કંપની- એમાં કામ કરે છે. ધૃણા વિધાર્થી જાહેર ખબર વહેંચવાનુ કામ કરીને રૂપીઆ કમાય છે. ધારા કે એક દુકાનદારે કાપડની એક નવી દુકાન ખાલી છે અને તે પેાતાની જાહેર ખબર વહેં'ચાવવા માગે છે. તે દુકાનદારની પાસેથી રાજના છ રૂપીઆ લઇ વિદ્યાર્થી શનિવાર અને રવિવાર એ બે દિવસ પેાતાના સમય કાઢી જાહેર ખબર વહેંચે છે. તેઓ નહેર ખબર લઈ ધેઘેર ભ્રમણ કરે છે અને ધરાની ખાનગી કાગળા નાખવાની પેટીમાં એક એક જાહેરખબર નાખે છે. આ પ્રકારે દુકાનદારની નવી દુકાનની સૂચના લોકોને મળી જાય છે. કેટલાક વિદ્યાર્થીએ આફિસમાં કારકુનનું કામ કરે છે. ત્યાં તે નિત્ય ચાર પાંચ કલાક કામ કરી માસિક પચીસ ત્રીસ રૂપીઆ મેળવી લે છે. કેટલાક વિદ્યાર્થીએ ટાઇપરાઇટર યંત્ર ખરીદી તે દ્વારા ધન કમાય છે. આ પ્રકારે ઘણી જાતનાં નાનાં મેટાં કામેા કરી યુનિવર્સિ- ટીમના વિદ્યાર્થીઓ પોતાના નિર્વાહ જેટલો ખર્ચ મેળવી લે છે. ૧૪ ( ૪ ) હવે અમેરિકામાં શિક્ષણને માટે કેવી કેવી સગવડા છે તે જણાવવાની હું આવશ્યકતા જેઉં છું. પ્રત્યેક સંસ્થાનમાં સરકારની વર- થી એક મોટી યુનિવર્સિટી અને એક કૃષિ કાલેજ સ્થાપન થયેલી