પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમેરિકા પથપ્રદશક. ( પ્રશ્નોત્તર રૂપે ) પ્રશ્ન ?અમેરિકા કયાં આવેશે છે? અને ત્યાં જવાને માર્ગ કયાંથી છે? ઉત્તર---તવી દુનિયામાં યુનાઇટેડ સ્ટેટસ નામના એક મહાન દેશ છે. તેનું ક્ષેત્રફળ યુરોપના જેટલું અને ભારતવર્ષથી બમણું છે. એનેજ અમેરિકા કહેવામાં આવે છે. એ દેશ નવી દુનિયાના ઉત્તર ભાગમાં આવેલો છે. એની ઉત્તરે કૅનેડા, દક્ષિણે મૅકિસકા તથા આટ- લાંટિક, પૂર્વે આટલાંટિક મહાસાગર તથા પશ્ચિમે પાસિક્િક મહાસાગર અને બ્રિટિશ કોલંબિયા છે. એ દેશમાં જવાના અનેક રસ્તા છે; પરંતુ એ વિશેષ પ્રસિદ્ધ છે. એક રસ્તે કલકત્તાથી નપાન થઇ પાસિફ્રિક મહાસાગર દ્વારા મુન્દ્રાન્સિસ્કા તથા સિમેટલ જવાય છે; અને બીજેથી મુંબઇ દ્વારા યુરોપ થઈ આટલાંટિક મહાસાંગર દ્વારા ન્યૂયોર્ક અથવા એસ્ટન જવાય છે. પહેલે રસ્તે પ્રવાસીએને અમેરિકાના પશ્ચિમ ભાગમાં લઇ જાય છે અને ખીન્ને અમેરિકાના પૂર્વ ભાગમાં પહોંચાડે છે. આ છે રસ્તા સિવાય બીજા પણ રસ્તા અમેરિકા જવાના છે. મુંબઇથી જીનેવા ( ઇટલી ) થઇફ્રેંચ બંદર માર્સેલ્સ જઈ ત્યાંથી અમેરિકાના દક્ષિણ ભાગમાં આવેલા ગાલવસ્ટન દરે જઈ શકાય છે; અને ત્યાંથી આગગાડી દ્વારા ઉત્તર તરફ જઇ શકાય છે. સિક્રાના કોઈ બંદરે જઈ ત્યાંથી આગગાડીમાં બેસી યુનાઇટેડ સ્ટેટસમાં દાખલ થઇ શકાય છે. આ રસ્તેથી જનાર યાદ નિર્ધન હાય તે તેણે પ્રથમ પનામા જવું અને ત્યાંથી રૂપીઆ કમાઇને આગળ જવાને પ્રયત્ન