પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
અમેરિકાનો પ્રવાસ

૨૪૮ અમેરિકાના પ્રવાસ નીકળી પડવું ઠીક થઈ પડશે; કારણ કે શીત ઋતુમાં સર્વ વ્યાપારીએ પોતપોતાની દુકાનમાં હાજર રહે છે; આથી ભારતીય વ્યાપારીને મળવા મૂકવામાં તથા વ્યાપાર સબધી વાતચીત કરવામાં સુમ- મતા થઇ પડશે. શીતઋતુમાંજ વિદેશી વ્યાપારી અમેરિકામાં આવે છે અને એ ઋતુમાંજ વ્યાપારની તડામાર ઝાઝી હોય છે. ગ્રીષ્મ ઋતુમાં તે આ દેશના શ્રીમત લે! આમ તેમ સહેલ કરવાને ચાલ્યા જાય છે; તેથી વ્યાપારીઓને હેતુ સિદ્ધ થઇ શકતા નથી. પ્રશ્ન પ—આછા ખેંચવાળા માગ કર્યો છે ? ઉત્તર—એમ તે ઓછા ખર્ચથી જવાને માટે વગાગવાળા રસ્તાજ સારે છે, પરંતુ એ માર્ગે જનારા પુષ્કળ મજુર લેકોને અમે રિકનાએ પાછા વાળ્યા છે. એટલા માટે હું કોઇ પણ મજુરીના ધંધાવાળા માણસને એ માર્ગે જવાની સલાહ આપીશ નહિ. અલબત્ત, જેએ સહેલ કરવાને અથવા વેપાર વણજ કરવાને જતા હોય તેમને એ માર્ગે જવું ડીક થઇ પડશે. અમેરિકાનાં સિમેટલ અને સન્માન્સિસ્ક, એ ઉપય બંદા તેમને માટે સારાં છે. જે ભાઈ એ વિધાભ્યાસ કરવાને જતા હોય અને જેમની પાસે ખર્ચવાને માટે પૂરતા રૂપીઆ હોય તેમને યુરેપને માર્ગે જવું ફીક થઇ પડશે. નિર્ધન વિધાર્થીઓને માટે હું કહીશ કે તેમને હોંગકોંગના માર્ગે જવાથી ઘણી તકલીફ વેઠવી પડશે; એટલા માટે તેમણે કાંતે ન્યૂયોર્કના માર્ગે જવું કે કાંતા ગાલવસ્ટન ટેક્ષાસને રસ્તે જવું. મારી અથવા વેપારને માટે જનારે આ વાત યાદ રાખવી કે આફ્રીકા તેમજ અમેરિકાવાળાએ ભારતવાસીઓ પોતાના દેશમાં આવે તે સામે દિવસે દિવસે અડચણે! વધારતા જાય છે; માટે પુરી માહિતી મેળળ્યા પછી જ વિચાર કરવા. વિદ્યાર્થીઓ માટે તેટલી અડચણ્ણા ન હાય એ સ્વાભાવિક છે. ત્રી સ. સા.