લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ તથા તેમાં દોડતી જિનરિક્ષા ગાડી અત્યંત સુંદર લાગતી હતી. અમે પૂર્વે કદિ પણ જિનરિક્ષાની સ્વારી બેઇ નહેાતી, તેથી સ્વાભાવિક રીતેજ તેપર સ્વારી કરવાની ઇચ્છા થતી હતી. એક જિનરિક્ષા મે' કરી લીધી અને એક મારા મિત્રે લીધી. પેતપેાતાના સામાન તેમાં મૂકાવી અમે પ્રયાણ કર્યું. આ પણ એક આલ્હાદદાયક સ્વારી હતી. એક લાંબી ચેટલીવાળે ચીને તે ખેચીને દાડતા હતા. એ દૃશ્ય અજબ પ્રકારનું લાગતું હતું. આપણા દેશમાં યુરોપીયન સ્ત્રીઓ અથવા મડમેાની ગાડીએ ખેચનારા આપણા ભારતીય બંધુએ ધણા જોવામાં આવ્યા હતા, પરંતુ તે જોખને કર્દિ પણ મારા દિલમાં તેમના પ્રત્યે કરુણા ઉત્પન્ન થઇ નહેાતી; અને થાય પણ કેવી રીતે ? આપણે તે આપણા દેશી બંધુઓની દુર્દશાને સાધારણ વાત ગણી કાઢી છે ! પેાતાને મેટા માની લીધા પછી ખીર્જાના ભલાના ખ્યાલ મનમાં લાવવાનું ખનીજ શકતું નથી! ત્યારે આવી દુર્દશા કેમ ન હાય ? હવે ચાલે પાક ! હું તમને પીનાંગના મહેાલા તરફ લઇ જાઉં અને જિનરિક્ષાની સહેલ કરાવુ. આ પ્રકારે ભ્રમણુ કરતા કરતા અને પીનાંગની ખજારાને આનંદ લૂટતા લૂટતા અમે શીખાના ગુરૂન દ્વારા તરફ ચાલ્યા. માર્ગમાં સ્થળે સ્થળે શીખ સિપાઇએ જોવામાં આવ્યા, તેમનુ મોટું કદ અને લાંબી લાંબી દાઢી ભારતભૂમિનું ગારવ વધારતી હતી, પરંતુ તેની સાથે એવા વિચાર પણ ઉત્પન્ન થતા હતા કે ભારતમાતાના આ સપૂત અહીં ઉભા ઉભા શું કરે છે ? આ વિચાર આવતાં ચિત્ત દુઃખિત થતું હતું; પરંતુ ભાવિ અતિ પ્રબળ હાય છે. મનુષ્ય જે ઇચ્છે તે શી રીતે બની શકે ? અને જ્યારે પ્રચ્છિત કાર્યનો સંબંધ આખા જાતિસમુદાયની સાથે હાય ત્યારે તા આપણા ધાર્યા પ્રમાણે થાયજ ક્યાંથી ? હવે અમે શીખ મદિરમાં જઇ પહોંચ્યા. પીનાંગનુ આ મંદિર