પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ અત્યંત મનેાહર લાગ્યું. માર્શલ ફિલ્ડ ( Marshal Field) ની આલીશાન દુકાનની પાસે જઈ પહોંચ્યા ત્યારે તેા હુ તેને જોઇને આશ્ચર્યચકિતજ થઇ ગયા. કેવડી મોટી દુકાન ! કાડે રૂપિઆને સામાન !! તેમાં અનેક પ્રકારની વસ્તુએ વેચવાને માટે તૈયાર હતી ! મનમાં થતું હતું કે એની અંદર જઈને સારી રીતે જોઉં, પરંતુ સમય નહેાતા. અને રાત કયાં રહેવું તેની પણ ચિંતા હતી. ડીયરઅને મહાલ્લામાં મહાખેાધી સભાની આફ્રિસ હતી. તે મકાનના ઓટલાપર ગયા ત્યારે મને ખખ્ખર મળી કે આફ્િસ દશમા માળપર આવેલી છે. આ દેશમાં મકાનમાં ચઢવાને માટે સારા પ્રાધ કરેલા હોય છે. એક કઢેરાવાળું ચાકડું હોય છે તેમાં આશરે દશ માણસા ઉભાં રહી શકે છે. તેના સબંધ પ્રત્યેક માળની સાથે હૈય છે. તેની અંદર ઉભા રહી જે માળપર જવું હાય તે નાકરને જ ાવા એટલે તેજ માળપર લઈ જઈને બારણું ઉધાડી દેશે. પછી તમે સુખેથી તે માળપર ચાલ્યા જાએ. પ્રત્યેક ઇમારતમાં આ પ્રકા રનાં ત્રણ ચાર સ્થાનેા ( લીટ) ઉપર નીચે જવા આવવાને માટે રાખેલાં હૈાય છે. ઘેડા સમયમાં અધિક લાભ મેળવવાના નિયમ અહી પ્રત્યેક સ્થળે જોવામાં આવે છે. મકાનની ઉપર જઇ તપાસ કરવાથી પ્રતીત થયુ કે મહામેધી સભાએ પાતાનું ઠેકાણું ખયું છે. એક મડમે મને અતિપ્રેમથી તેની આફ્રીસનું નવું ઠેકાણુ લખી આપ્યું. મેં તેની તપાસ કરવાને વિચાર કર્યાં; પરંતુ અગીઆર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી સતત ભ્રમણ કરવાથી હું થાકી ગયા હતા, એટલું જ નહિ પરંતુ એકા- વરથી શિકાગા સુધીના ચાર દિવસના પ્રવાસમાં મે કેવલ મુઠ્ઠીભર ચણાપરજ નિર્વાહ કર્યાં હતા. યપિ પ્રત્યેક આગગાડીની સાથે ભેજનને મ્બે ( Dining Car) રહે છે અને તેમાં પ્રવાસી સમયાનુકૂલ