પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લંપટ ન થવું, તેજ એટલે દરેક પ્રકારની હીન વૃતિનો વિરોધ કરવાની ધગશ ; અદ્રોહ એટલે કોઈનું બૂરું ન ઈચ્છવું અહ્તવા કરવું.

હે પાર્થ ! દંભ , દર્પ , અભિમાન , ક્રોધ, કઠોરતા, અને અજ્ઞાન આટલાં આસુરી સંપત લઈને જન્મેલામાં હોય છે.૪.

નોંધ : જે પોતાનામાં નથી તે દેખાડવું તે દંભ , ડોળ,્પાખંડ , દર્પ એટલે બડાઈ.

દૈવી સંપત મોક્ષ આપનારી અને આસુરી સંપત બંધનમાં નાખનારી છે. હે પાંડવ ! તું વિષાદ ન કર. તું દૈવી સંપત લઈને જન્મ્યો છે.

૪૮

આ લોકમાં બે જાતની સૃષ્ટિ છે: દૈવી અને આસુરી. હે પાર્થ ! દૈવીનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આસુરીનું હવે મારી પાસેથી સાંભળ.

૧૫૫