પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંખ્યયોગ


મોહને વશ થઈ મનુષ્ય અધર્મને માને છે. મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથક્તા તથા આત્માની નિત્યતા અને તેની એકતા બતાવે છે.

પછી સમજાવે છે કે મનુષ્ય કેવળ પુરુષાર્થનો અધિકારી છે, પરિણામોનો નથી. તેથી તેણે કર્તવ્યનો નિશ્ચય કરી, નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઈએ. એવી પરાયણતાથી તે મોક્ષ સાધી શકે છે.

संजय बोल्या :

આમ કરુણાથી દીન થઈ ગયેલા અને અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા દુ:ખી અર્જુન પ્રત્યે મધુસૂદને આ વચન કહ્યાં : ૧.

૧૦