પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्री भगवान बोल्या :

હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઈ આવ્યો ? ૨.

હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની પામર નિર્બળતાનો ત્યાગ કરી હે પરંતપ ! તું ઊઠ. ૩.

अर्जुन बोल्या :

હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે. ૪.

મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભીક્ષાથી નિર્વાહ કરવો એ પણ સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા. ૫.

૧૧