પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પરમાત્માનો જ અંશ છે એમ જાણે છે તે બધું પરમાત્માને જ અર્પણ કરશે. જેમ સેવક સ્વામીની ઓથે નભે છે અને બધું તેને અર્પણ કરે છે તેમ.

શ્રદ્ધા રાખી, દ્વેષને ત્યાગી જે મનુષ્યો મારા આ અભિપ્રાય પ્રમાણે હમેશાં ચાલે છે તેઓ પણ કર્મબંધનથી મુક્ત થાય છે. ૩૧.

પણ જેઓ મારા આ અભિપ્રાયનો દોષ કાઢી તેને નથી અનુસરતા તેઓ જ્ઞાનહીન મૂર્ખ છે. તેમનો નાશ થયેલો જાણ. ૩૨.

[એ વાત સાચી છે કે] જ્ઞાની પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે, પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે, ત્યાં બળાત્કારે શું કરે? ૩૩.

નોંધ : બીજા અધ્યાયના ૬૧ કે ૬૮મા શ્લોકનો આ વિરોધી શ્લોક નથી. ઈન્દ્રિયોનો નિગ્રહ કરતાં કરતાં મનુષ્યે મરી છૂટવાનું છે, પણ તેમાં સફળતાં ન મળે તો નિગ્રહ એટલે બળાત્કાર નિરર્થક છે. આમાં નિગ્રહની નિંદા નથી સૂચવી. સ્વભાવનું સામ્રાજ્ય છે. 'આ તો મારો સ્વભાવ છે' એમ કહી કોઈ ખોટો થઈ બેસે તે આ શ્લોકનો અર્થ નથી સમજતો. સ્વભાવની

૩૭