પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણને ખબર પડતી નથી. ટેવમાત્ર સ્વભાવ નથી. અને આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન છે. એટલે આત્મા જ્યારે નીચે ઊતરે ત્યારે તેની સામે થવું એ કર્તવ્ય છે. તેથી જ નીચેનો શ્લોક સ્પષ્ટ કરે છે.

ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોને વિશે રાગદ્વેષ રહેલા જ છે [એ ધ્યાનમાં રાખીને] મનુષ્યે તે રાગદ્વેષને વશ થવું ન ઘટે. કેમ કે તે બંને મનુષ્યના વાટશત્રુ છે. ૩૪.

નોંધ : કાનનો વિષય સાંભળવું એ છે. સારું લાગે તે જ સાંભળવું તેને ગમે - એ રાગ; જે માઠું માને તે સાંભળવું ન ગમે - તે દ્વેષ. 'એ તો સ્વભાવ છે' એમ કહી રાગદ્વેષને વશ થવાને બદલે તેમની સામે થવું ઘટે. આત્માનો સ્વભાવ સુખદુઃખથી અસ્પૃષ્ટ રહેવાનો છે. તે સ્વભાવને મનુષ્યે પહોંચવાનું છે.

પરાયો ધર્મ સુલભ હોય છતાં તેના કરતાં પોતાનો ઊતરતો ધર્મ પણ વધારે સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું છે; પરધર્મ ભયાનક છે. ૩૫.

નોંધ : સમાજમાં એકનો ધર્મ ઝાડુ કાઢવાનો હોય ને બીજાનો ધર્મ હિસાબ રાખવાનો હોય. હિસાબ રાખનાર ભલે ઉત્તમ ગણાતો હોય છતાં ઝાડુ કાઢનાર જો પોતાનો

૩૮