પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધર્મ છોડે તો તે ભ્રષ્ટ થાય ને સમાજને હાનિ પહોંચે. ઈશ્વરના દરબારમાં બંનેની સેવાની કિંમત તેમની નિષ્ઠા પ્રમાણે અંકાશે. ધંધાની કિંમત ત્યાં તો એક જ હોય. બંને ઈશ્વરાર્પણબુદ્ધિથી પોતાનું કર્તવ્ય કરે તો મોક્ષને સરખા યોગ્ય બને છે.

૧૨

अर्जुन बॊल्याः

હે વાર્ષ્ણેય ! ન ઈચ્છતો છતો કોનાથી પ્રેરાઈને મનુષ્ય બળાત્કારે જોડાતો ન હોય તેમ પાપ કરે છે? ૩૬.

श्रीभगवान बॊल्या:

રજોગુણથી ઉત્પન્ન થયેલો એ (પ્રેરક) કામ છે, ક્રોધ છે; એનું પેટ જ ભરાતું નથી, એ મહાપાપી છે. એને આ લોકમાં શત્રુરૂપ સમજ. ૩૭.

નોંધ : આપણો ખરો શત્રુ અંતરમાં રહેલો કામ કહો કે ક્રોધ કહો તે જ છે.

જેમ ધુમાડાથી અગ્નિ અથવા મેલથી અરીસો અથવા ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ

૩૯