પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્ઞાનકર્મસંન્યાસયોગ


આ અધ્યાયમાં ત્રીજાનું વધારે વિવેચન છે, અને જુદા જુદા પ્રકારના કેટલાક યજ્ઞોનું વર્ણન છે.

૧૩

श्रीभगवान बोल्याः:

આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને (સૂર્યને) કહ્યો. તેણે તે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. ૧.

આમ પરંપરાથી મળેલો, તે યોગ રાજર્ષિઓ જાણતા હતા. પણ પછી દીર્ઘકાળને બળે તે લુપ્ત થયો. ૨.

તે જે પુરાતન યોગ, ઉત્તમ મર્મની વાત હોઈ, મેં આજે તને કહ્યો છે, કેમ કે તું મારો ભક્ત પણ છે અને સખા પણ છે. ૩.

अर्जुन बोल्या:

તમારો જન્મ તો હમણાંનો છે, વિવસ્વાનનો પૂર્વે થયેલો છે. ત્યારે હું કેમ જાણું કે તે (યોગ) તમે સૌથી પહેલો કહ્યો હતો ? ૪.

૪૨