પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

श्रीभगवान बोल्या:

અર્જુન ! મારા, અને તારા પણ, જન્મો ઘણાયે થઈ ગયા. તે બધા હું જાણું છું તું નથી જાણતો. ૫.

હું અજન્મા, અવિનાશી અને વળી ભૂતમાત્રનો ઈશ્વર છું, છતાં મારા સ્વભાવ પર આરૂઢ થઈને મારી માયાના બળથી હું જન્મ ધારણ કરું છું. ૬.

હે ભારત ! જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે, તથા અધર્મ જોર કરે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.

સાધુઓની રક્ષાને અર્થે અને દુષ્ટોના નાશને અર્થે તથા ધર્મનો પુનરુદ્ધાર કરવાને સારુ યુગે યુગે હું જન્મ લઉં છું.

નોંધ: અહીં શ્રદ્ધાળુને આશ્વાસન છે; અને સત્યતા - ધર્મના - અવિચળપણાની પ્રતિજ્ઞા છે. આ જગતમાં ભરતીઓટ થયાં જ કરે છે. પણ અંતે ધર્મનો જ જય થાય છે. સંતોનો નાશ નથી થતો, કેમ કે સત્યનો નાશ નથી થતો. દુષ્ટોનો નાશ જ છે, કેમ કે

૪૩