પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અસત્યને અસ્તિત્વ નથી. આમ જાણી મનુશ્ય પોતે કર્તાપણાના અભિમાનથી હિંસા ન કરે, દુરાચારે ન ચાલે. ઈશ્વરની અકળ માયા પોતાનું કામ કર્યે જ જાય છે. આ જ છે અવતાર કે ઈશ્વરનો જન્મ. વસ્તુતાએ ઈશ્વરને જન્મવાપણું હોય જ નહીં.

આમ જે મારા દિવ્ય જન્મ અને કર્મના રહસ્યને જાણે છે તે, હે અર્જુન ! દેહનો ત્યાગ કર્યા પછી પુનર્જન્મ નથી પામતો, પણ મને પામે છે. ૯.

નોંધ: કેમ કે જ્યારે મનુશ્યને એવો દૃઢ વિશ્વાસ થાય છે કે ઈશ્વર ખરેખર સત્યનો જ જય કરાવે છે, ત્યારે તે સત્યને છોડતો નથી, ધીરજ રાખે છે, દુઃખો સહન કરે છે અને મમતારહિત થવાથી જ જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. ઈશ્વરનું ધ્યાન ધરીને તેમાં લય પામે છે.

રાગ, ભય અને ક્રોધરહિત થયેલા, મારું જ ધ્યાન ધરતાં મારો જ આશ્રય લેનારા, જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણા મારા સ્વરૂપને પામ્યા છે. ૧૦.

જેઓ જે પ્રમાણે મારો આશ્રય લે છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. ગમે તે

૪૪