પૃષ્ઠ:Anashakti Yog.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રકારે પણ હે પાર્થ ! મનુષ્યો મારા માર્ગને અનુસરે છે - મારા શાસન નીચે રહે છે. ૧૧.

નોંધ: એટલે કે કોઈ ઈશ્વરી કાયદાનું ઉલ્લંઘન નથી કરી શકતું. જેવું વાવે છે તેવું લણે છે; જેવું કરે છે તેવું ભરે છે. ઈશ્વરી કાયદાને - કર્મના કાયદાને અપવાદ નથી. સહુને સરખો એટલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે ન્યાય મળે છે.

કર્મોની સિદ્ધિ ઇચ્છનારા મનુષ્યો આ લોકમાં દેવતાઓને પૂજે છે. આ મનુષ્યલોકમાં કર્મજન્ય ફળ તેમને તુરત મળે છે. ૧૨.

નોંધ: દેવતા એટલે સ્વર્ગમાં રહેનારી ઇન્દ્રવરુણાદિ વ્યક્તિઓ નહીં. દેવતા એટલે ઈશ્વરના અંશરૂપ શક્તિ. એ અર્થમાં મનુષ્ય પણ દેવતા છે. વરાળ, વીજળી વગેરે મહાન શક્તિઓ દેવતા છે. તેઓની આરાધના કરવાનું ફળ તુરત અને આ લોકમાં મળે છે એમ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે ફળ ક્ષણિક છે. તે આત્માને સંતોષ પણ નથી આપતું તો પછી મોક્ષ તો ક્યાંથી જ આપે ?

ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણ મેં ઉત્પન્ન કર્યા છે, તેમનો કર્તા છતાં મને તું

૪૫