પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેના સર્વ આરંભો કામના અને સંકલ્પ વિનાના છે, અને જેનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે; આવાને જ્ઞાની લોકો પંડિત કહે છે. ૧૯.

કર્મફળની આસક્તિ છોડીને, જે સદાય સંતુષ્ટ રહે છે, જેને કશા આશ્રયની લાલસા નથી તે કર્મમાં સારી રીતે પરોવાયેલો હોવા છતાં કંઈ જ કરતો નથી એમ કહેવાય. ૨૦.

નોંધ: એટલે કે તેને કર્મનું બંધન ભોગવવું નથી પડતું.

જે આશારહિત છે, જેનું મન પોતાને વશ છે, જેણે સંગ્રહમાત્ર છોડી દીધો છે અને જેનું શરીર જ માત્ર કર્મ કરે છે તે કરતો છતો દોષિત થતો નથી. ૨૧.

નોંધ: અભિમાનપૂર્વક કરેલું કોઈ પણ કર્મ ગમે તેવું સાત્વિક હોય તોયે બંધન કરનારું છે, તે જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી અભિમાન વિના થાય છે ત્યારે બંધનરહિત બને છે. જેનો 'હું' શૂન્યતાને પામ્યો છે તેનું શરીર જ

૪૮