પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રાણમાં અપાનને હોમે છે, અથવા પ્રાણ અને અપાન બન્નેને રોકે છે. ૨૯.

નોંધ: આ ત્રણ જાતના પ્રાણાયામ છે; રેચક, પૂરક ને કુંભક.

સંસ્કૃતમાં પ્રાણવાયુનો અર્થ ગુજરાતીના કરતાં ઊલટો છે. આ પ્રાણવાયુ અંદરથી બહાર નીકળનારો છે. આપણે જે બહારથી અંદર લઈએ છીએ તેને પ્રાણવાયુ-ઓક્સિજનને નામે ઓળખીએ છીએ.

વળી બીજા આહારનો સંયમ કરી પ્રાણોને પ્રાણમાં હોમે છે. જેમણે યજ્ઞો વડે પોતાનાં પાપોને ક્ષીણ કર્યાં છે એવા આ બધા યજ્ઞને જાણનારા છે. ૩૦.

હે કુરુસત્તમ ! યજ્ઞમાંથી શેષ રહેલું અમૃત જમનારા લોકો સનાતન બ્રહ્મને પામે છે. - યજ્ઞ નહીં કરનારને સારુ આ લોક નથી તો પરલોક ક્યાંથી જ હોય ? ૩૧.

આમ વેદમાં ઘણા પ્રકારના યજ્ઞોનું વર્ણન થયું છે. એ બધાને કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ. એ પ્રમાણે જાણીને તું મોક્ષ પામીશ. ૩૨.

નોંધ: અહીં કર્મનો વ્યાપક અર્થ છે. એટલે કે

૫૧