પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શારીરિક, માનસિક અને આત્મિક. આવાં કર્મ વિના યજ્ઞ હોય નહીં. યજ્ઞ વિના મોક્ષ ન હોય. આમ જાણવું અને તે પ્રમાણે આચરવું એ યજ્ઞોને જાણવાપણું છે. તાત્પર્ય એ થયું કે મનુષ્ય પોતાનાં શરીર, બુદ્ધિ અને આત્માની શક્તિ પ્રભુ-પ્રીત્યર્થે - લોકસેવાને અર્થે ન વાપરે તો ચોર ઠરે છે. તે મોક્ષને લાયક નથી બની શકતો. કેવળ બુદ્ધિ-શક્તિનો ઉપયોગ આપે તે શરીર તથા આત્માને ચોરે તે પૂરો યાજ્ઞિક નથી; આ શક્તિઓને મેળવ્યા વિના તેનો પરોપકારાર્થે ઉપયોગ નથી થઈ શકતો. તેથી આત્મશુદ્ધિ વિના શુદ્ધ લોકસેવા અસંભવિત છે. સેવકે શારીરિક, બૌદ્ધિક અને આત્મિક ત્રણે શક્તિઓ સરખી રીતે કેળવવી રહી.

૧૫

હે પરંતપ ! દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ વધારે સારો છે, કેમ કે હે પાર્થ! કર્મમાત્ર જ્ઞાનમાં જ પરાકાષ્ઠાને પહોંચે છે. ૩૩

નોંધ: પરોપકારવૃત્તિથી અપાયેલું દ્રવ્ય પણ જો જ્ઞાનપૂર્વક ન અપાયું હોય તો ઘણી વાર હાનિ કરે છે, એ કોણે નથી અનુભવ્યું ? સારી વૃત્તિથી થયેલાં બધાં કર્મ ત્યારે જ શોભે જ્યારે તેમની સાથે જ્ઞાનનો મેળાપ થાય. તેથી કર્મ માત્રની પૂર્ણાહુતિ તો જ્ઞાનમાં જ હોય.

૫૨