પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગીદાર નથી પણ માત્ર સાક્ષી છે, તેથી તે નથી કરતો કે નથી કરાવતો.

૧૭

જગતનો પ્રભુ નથી કર્તાપણું રચતો, નથી કર્મ રચતો; નથી કર્મ અને ફળનો મેળ સાધતો. પ્રકૃતિ જ બધું કરે છે. ૧૪.

નોંધ : ઈશ્વર કર્તા નથી. કર્મનો નિયમ અચલિત ને અનિવાર્ય છે. અને જે જેવું કરે તેવું જ તેણે ભરવું જ રહ્યું. આમાં જ ઈશ્વરની મહાદયા રહેલી છે, તેનો ન્યાય રહેલો છે. શુદ્ધ ન્યાયમાં શુદ્ધ દયા છે. શુદ્ધ ન્યાયની વિરોધી દયા તે દયા નથી, પણ ક્રૂરતા છે. પણ મનુષ્ય ત્રિકાળદર્શી નથી. તેથી દયા-ક્ષમા એ જ તેને સારુ ન્યાય છે. તે પોતે નિરંતર ન્યાયને પાત્ર હોઈ ક્ષમાનો યાચક છે. તે બીજાનો ન્યાય ક્ષમાથી જ ચૂકવી શકે. ક્ષમાનો ગુણ કેળવે તો જ છેવટે તે અકર્તા-યોગી-સમતાવાન-કર્મમાં કુશળ બને.

ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય ઓઢતો નથી. અજ્ઞાન વડે ઢંકાઈ જાય છે; અને તેથી પ્રાણીઓ મોહમાં ફસાય છે. ૧૫.

નોંધ : અજ્ઞાનથી, એટલે કે 'હું કરું છું' એ વૃત્તિથી મનુષ્ય

૬૦