પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેઓ પોતાને ઓળખે છે, જેમણે કામક્રોધ જીત્યા છે, જેમણે મનને વશ કર્યું છે એવા યતિઓને સર્વત્ર બ્રહ્મનિર્વાણ જ છે. ૨૬.

બહારના વિષયભોગોનો બહિષ્કાર કરીને, દૃષ્ટિને ભ્રૂકુટિ વચ્ચે સ્થિર કરીને, નાસિકા વાટે જતા આવતા પ્રાણ અને અપાનવાયુની ગતિ એકસરખી રાખીને, ઈંદ્રિય, મન અને બુદ્ધિને વશ કરીને, તથા ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈને જે મુનિ મોક્ષને વિશે પરાયણ રહે છે તે સદા મુક્ત જ છે. ૨૭-૨૮.

નોંધ : પ્રાણવાયુ તે અંદરથી બહાર નીકળનાર ને અપાન તે બહારથી અંદર જનાર વાયુ. આ શ્લોકોમાં પ્રાણાયામાદિ યૌગિક ક્રિયાનું સમર્થન છે. પ્રાણાયામાદિ તો બાહ્ય ક્રિયા છે, અને તેની અસર શરીરને સ્વસ્થ રાખવા અને પરમાત્માને વાસ કરવા યોગ્ય મંદિર બનાવવા પૂરતી છે. ભોગીને સારુ જે અર્થ સામાન્ય વ્યાયામાદિ તેની ઈન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે.

૬૪