પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શરીર નિરોગી અને કઠિન બનાવતાં છતાં ઇન્દ્રિયોને શાંત રાખવામાં પ્રાણાયામાદિ ક્રિયાઓ યોગીને મદદ કરે છે. આજકાલ પ્રાણાયામાદિ વિધિ થોડાને જ આવડે છે, ને તેમાંના પણ ઘણા થોડા તેનો સદુપયોગ કરે છે. જેણે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઉપર કંઈ નહીં તોયે પ્રાથમિક વિજય મેળવ્યો છે; જેને મોક્ષની ધગશ છે, અને જેણે રાગદ્વેષાદિ જીતી ભયને ત્યજ્યો છે તેને પ્રાણાયામાદિ અવશ્ય ઉપયોગી અને મદદકર્તા થાય છે. અન્તઃશૌચ વિનાના પ્રાણાયામાદિ બંધનનું એક સાધન બની મનુષ્યને મોહકૂપમાં વધારે ઊંડો લઈ જઈ શકે છે- લઈ જાય છે. એવો ઘણાને અનુભવ છે. તેથી યોગીન્દ્ર પતંજલિએ યમનિયમને પ્રથમ સ્થાન આપી તે સાધનારને જ મોક્ષ માર્ગમાં પ્રાણાયામાદિને સહાયકારક ગણાય છે.

યમ પાંચ છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પાંચ છે : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.

જ્ઞ અને તપનો ભોક્તા, બધા લોકનો મહેશ્વર, અને ભૂતમાત્રનું હિત કરનાર એવા મને જાણીને (ઉક્ત મુનિ) શાન્તિ પામે છે. ૨૯.

નોંધ : આ અધ્યાયના ચૌદ અને પંદર તથા એવા

૬૫