પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા શ્લોકોનો આ વિરોધી શ્લોક છે એમ કોઈ ન માને. ઈશ્વર સર્વ શક્તિમાન હોઈ કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા જે કહો તે છે અને નથી. તે અવર્ણનીય છે. મનુષ્યની ભાષાથી તે અતીત છે. તેથી તેનામાં પરસ્પર વિરોધી ગુણો અને શક્તિઓનું પણ આરોપણ કરી મનુષ્ય તેની ઝાંખી કરવાની આશા રાખે છે.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-કર્મ-યોગ' નામનો પાંચમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૬૬