પૃષ્ઠ:Angadvishti.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

છે કાય કારમી કુંભકર્ણની, કારાણ કોયે નવ કળે; જાઓ જંગલિયો જીવતા, ઘડી એકમાં સૌને ગળે. ૨૯૫ અંગદ- વાનર ઝેરી વછનાગ, ખાનારો ક્ષણમાં ખૂટે; રીંછ સાપનો રાફ, તેને અડતાં તન ત્રૂટે; રામ કાળનો કાળ શત્રુવટ શોભા સાટે; તન અતલિબળ આપ, અવતાર લીધો તમ માટે; છે જોગણીરૂપ એ જાનકી, ખાંત થકી ખપ્પર ભરે; રણજંગ રાવણ જ્યારે રોપશે, ભૂપ માંસ ભક્ષણ કરે. ૨૯૬ રાવણ-બાંધે બહુ સમશેર, ઝુઝવા કારણ જાયે; શૂરાતણાં વિખાણ, ધાઓ જે શીરપર ખાયે; સ્ત્રીઓ સહુ કહેવાય, કોઇએક સતી નિકળશે; પોતાના સ્વામી સાથ, બહુ અગ્નિમાં બળશે; વિખાણ કરે તું વાનરા; તેણે મન મારૂં કઢે; મરદ મૂછાળા જાણશું, જો ઇંદ્રજિત સાંમો વઢે. ૨૯૭ અંગદ-અંગદ કહે સાબાશ, મૂળ મન માન્યું મારૂં; રણસંગ્રામે શૂર, દૃઢ મન રાખે તારૂં; હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ, વેર ઝાઝેથી વઢિયા; સાક્ષાત્કાર વૈકુંઠ, સ્વર્ગ સમીપે ચઢિયા; આદ્ય અંત ને મધ્ય લગણ, સ્થિરતા મન એવું હશે; અંગદ કહે રે મધ્ય સુણ રાવણા, કોટિ કલ્યાણ તારું થશે. ૨૯૮ રાવણ-રામ સરખા રણમાંય, રાખું છું હું હજારા; અટાવાશે જીવ અનેક, વાનર ને રીંછ બચારા; ઇંદ્રજિતની આણ, હાક ફરશે રણ માંહે; દૃઢતા થઈને પાગ, કોણ ટકાવે ત્યાંહે; કુંભકર્ણ ભૂપ ભૂખાળુવો, દેખે તે પ્રાશન કરે; મૂરખ મન વિચાર કર, વાનર દેખી તે ક્યમ ડરે? ૨૯૯ અંગદ-વાનર તે તો વાળિ, કક્ષામાં રાખ્યો તુજને; એકસો સીતેર દિન્ન, મૂર્ખ કહેવડાવે મુજને; વાનર તે હનુમાન, અશોક વન બાળ્યું જેને; વાનર તે નળ નામ, પહાણ તાર્યાં જળ જેણે;