પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતું. ભાષણનો અંત આવતો હતો. બોલનાર બાળકે શરીર ટટ્ટાર કર્યું, એની છાતી ધસીને બહાર આવી, ને એની આખોમાં કોઈ ઉંડા નિશ્ચયની કાંતિ ઝળકી રહી.

એ નિશ્ચય શાનો હતો ? મોતને ભેટવાનો. બાળક એવા શબ્દો ઉચ્ચારવા જતો હતો કે જે શબ્દોએ હજારોનાં માથા લીધાં હતાં. બાળકને આ વાતની ખબર હતી. એણે એ શબ્દો ઉચ્ચાર્યા. “હવે થોડુંકજ બોલવા દેજો. તમારી પાસે અમે એકજ વસ્તુ માગી લઇએ.”

આટલું કહેતાં, એનો હાથ છાતી ઉપર પડ્યો. એ સાથે તો ત્યાં બેઠેલા સેંકડો બાળકોના હાથ પોતપોતાની છાતીમાં પેઠા. જાપાનીઓ ઝબક્યા ! બાળકોએ પોતાના ડગલાની અંદર, છાતી ઉપર શું સંતાડ્યું હશે ? પિસ્તોલો, બોમ્બો કે ન્હાની ન્હાની કાતિલ છુરીઓ ?

બોલનાર બાળકનો હાથ બહાર આવ્યો; એ હાથમાં માતૃભૂમિનો એક નાજૂક વાવટો ! એણે હાકલ કરી, “અમારી મા અમને પાછી સોંપો ! અમર રહો માતા કોરીઆ.”

ચારસો હાથ આકાશ તરફ ઉંચા થયા; ચારસો ન્હાના વાવટા હવામાં ઉડવા લાગ્યા. ચારસો કંઠની અંદરથી ધ્વનિ