લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉઠ્યો, “અમર રહો મા, અમર રહો મા, અમર રહો, માતા કોરીયા.”

ટપોટપ ગજવામાંથી સરકારી નિશાળોનાં સર્ટીફીકેટો ટુકડે ટુકડા થઈને જમીન ઉપર પડ્યાં. અને મીઠાઈ વહેંચવા આવેલા મહેમાનોને દિગ્મૂઢ હાલતમાં મૂકીને ચારસો રોષયુક્ત, ગર્વયુક્ત, ભયમુક્ત ચહેરાઓ મંડપમાંથી એકતાલે કદમ મૂકતા બહાર નીકળ્યા. પ્રવાહમાં જેમ પ્રવાહ મળે તેમ બાળક બાળિકાઓનાં ટોળાં એકઠાં થયાં, ને માતા કોરીયાનો જયઘોષ કરવા લાગ્યાં.

આ કાંઇ તમાશો નહોતો. કોરીયાનું પ્રત્યેક બાળક પણ જાણતું હતું કે જાપાની રાજ્ય, કોરીઆનો વાવટો ઉડાવનારનું માથું ઉડાવે છે; પછી તે માથું બાળકનું હો કે બાલિકાનું.

નાગી તલવારો લઈને સરકારી સીપાઈઓ એ બાળકોની સુંદર મેદિની ઉપર તૂટી પડ્યા. ચારસો બાલક બાલિકા પકડાયાં. ઘણાં યે ઘવાયાં. પાદરીઓની ઈસ્પીતાલોમાંથી પંદર રમણીઓ પિતા જીસસનાં પ્યારાં શિશુઓની સહાયે દોડી. એ પણ પકડાણી. કુમારીકાઓએ કસી કસીને પોતાનાં અંગ