પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રજકિશોરબાબુ કે રાજેન્દ્રબાબુ ફી લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફિ ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂગળાઇ ગયો.

'–સાહેબને અમે 'ઓપીનિયન'ને સારુ ૧૦,૦૦૦રૂપિયા આપ્યા' હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી.

આ મિત્રમંડળે આ બાબત્નો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.

મેં કહ્યું : 'આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માડી જ વાળવું. આવા કેસોથી લાભ ઘણો થોડો થાય છે. જે રૈયતવર્ગ આટલો કચરાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત અહે છે, ત્યાં કચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઇ શકે. લોકોનો ડર કાઢવો એ તેમને સારુ ખરું ઔષધ છે.આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હું તો બે દિવસ જોવાય તેટલું જોવા આવ્યો છું. પણ હવે જોઉં છું કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તો પણ હું આપવા તૈયાર છું. આ કામમાં શું કરવું જોઇએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઇએ.'

બ્રજકિશોરબાબુને મેં બહુ ઠરેલ મગજના ભાળ્યા. તેમણે શાંતિથી જવાબ આપ્યો: 'અમારથી બનશે તે મદદ અમે આપીશું. પણ તે કેવા પ્રકારની તે અમનેસમજાવો.'

અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું : મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્રિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઇ હું ઓછું નથી માગતો. અહીની હિદી બોળી સમજતાં મને મુસીબત પડે છે. કગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી