પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૩. ખેડામાં સત્યાગ્રહ

મજૂરોની હડતાળ પૂરી થયા પછી મને દમ લેવાનો વખત પણ ન રહ્યો ને મારે ખેડા જિલ્લાના સત્યાગ્રહનું કામ હાથ ધરવું પડ્યું. ખેડા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી મહેસૂલ માફ કરાવવાને સારુ ખેડાના પાટી દારો મથી રહ્યા હતા. આ બાબત શ્રી અમૃતલાલ ઠક્કરે તપાસ કરી રિપોર્ટ કર્યો હતો. હું કોઈ પણ ચોક્કસ્ સલાહ આપું તે અહેલા કમિશનરને મળ્યો. શ્રી મોહનલાલ પંડ્યા અને શ્રી શંકરલાલ પરીખ અથાગ મહેનત કરી રહ્યા હતા. સ્વ. ગોકળદાસ કહાનદાસ પારેખ અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલની મારફતે ધારાસભામાં તેઓ હિલચાલ કરી રહ્યા હતા. સરકર પાસે ડેપ્યુટેશને ગયા હતા.

આ વખતે હું ગુજરાત સભાનો પ્રમુખ હતો. સભાએ કમિશનર ને ગવર્નરને અરજી કરી, તારો કર્યા, અપમાનો સહન કર્યાં. તેમની ધમકીઓ સભા પી ગઈ. એવકહ્તનો અમલદારોનો દોર આ વખતે તો હાસ્ય જનક લાગે છે. અમલદારોની એ વેળાની છેક હલકી વર્તણૂક અસંભવિત જેવી લાગે છે.

લોકોની માગણી એવી સાફ અને એવી હળવી હતી કે એને સારુ લડત લડવાપણુ હોય જ નહીં. જો પાક ચાર જ આની કે તેથી ઓછો હોય તો તે વર્ષને સારુ મહેસૂલ માફ થવું જોઈએ એવી જાતનો ધારો હતો. પણ સરકારના અમલદારોની આંકણીચાર આની કરતાં વધારે હતી. લોકો તરફથી પુરવાર કરવામાં આવતું હતું કે એ આંકણી આંકણી ચારાઅનથી નીચે હોવી જોઈએ. સરકાર માને જ શાને? લોકો તરફથી મંચ નીમવાની માગણી થઈ. સરકારને તે અસહ્ય લાગી. જેટલા વિનવની થઈ શકે તેટલી કર્યા બાદ ને સાથીઓની સાથે મસલત કર્યા બાદ સત્યાગ્રહ કરવાની મેં સલાહ આપી.

સાથીઓમાં ખેડા જિલ્લાના સેવકો ઉપરાંત મુખ્યત્વે શ્રી વલ્લભભાઈ પટૅલ, શ્રી શંકરલાલ બૅંકર, શ્રી અનસૂયાબહેન, શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યજ્ઞિક, શ્રી મહાદેવ ભાઈ દેસાઈ, વગેરે હતા. વલ્લભ ભાઈ પોતાની મોટી અને વધતી જતી વકિલાતનો ભોગ આપી આવ્યા હતા. ત્યાર પછીથી તે ઠરી