પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉત્સાહની સાથે સાથે શરીરમાં પણ ઉત્સાહ આનુભવ્યો. કઈંક વધારે ખાવા લાગ્યો. પાંચ દશ મિનિટ રોજ ફરતો થયો. 'જો તમે ઈંડાનો રસ પીઓ તો તમને આવ્યો છે તેના ક્રતા વધરે ઉત્સાહ આવે એવી હું તમને ખોળાધારી આપી શકું છું. અને ઈંદા દૂધન જેટલો નિર્દોષ પદાર્થ છે, એ મામ્સ તો નથી જ. દરેક ઈંડામાંથી મુરઘી થાય જ એવો નિયમ નથી. જેમાંથી મુરઘી ન જ થાય એવાં નિર્બિજ ઈંડા સેવવામાં આવે છે. એ હુ તમારી પાસે પુરવાર કરી શકું છું.' પણ એવાં નિર્બિન ઈંડા લેવાને સારુયે હું તૈયાર ન થયો, છતાં મારું ગાડું કંઈક આગળ ચાલ્યું. અને હું આસપાસનાં કામોમાં થોડો થોડો રસ લેવા લાગ્યો.


૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ

માથેરાન જવાથી શરીર ઝટ વળશે એવી મિત્રોની સલાહ મળતાં હું માથેરાન ગયો. પણ ત્યાંનું પાણી ભારે હોવાથી મારા જેવા દરદીને રહેવું મુશ્કેલ થઈ પડ્યું. મરડાને અંગે ગુદાદ્વાર ખૂબ આળું થઇ ગયું હતું, અને ત્યાં ચીરા પડેલા હોવાથી મળત્યાગ વેળા ખૂબ વેદના થતી, એટલે કંઈ પણ ખાતાં ડર લાગે. એક અઠવાડિયામાં માથેરાનથી પાછો ફર્યો. મારી તબિયતની રખેવાળી પણ શંકરલાલે હાથમાં લીધી હતી. તેમણે દાક્તર દલાલની સલાહ લેવાનો આગ્રહ કર્યો. દાક્તર દલાલ આવ્યા. તેમની તાત્કાલિક નિર્ણય કરવાની શક્તિએ મને મોહિત કર્યો. તે બોલ્યા:

'તમે દૂધ ન લો ત્યાં લગી તમારું શરીર હું વાળી ન શકું. તે વાળવાને સારુ તમારે દૂધ લેવું જોઈએ ને લોખંડ ને સોમલની પિચકારી લેવી જોઈએ. આટલું કરો તો તમારું શરીર બરોબર ફરી બાંધવાની હું 'ગૅરંટી' આપું.'

'પિચકારી આપો પણ દૂધ ન લઉં,' એમ મેં જવાબ વાળ્યો.

'તમારી દૂધની પ્રતિજ્ઞા શી છે?' દાક્તરે પૂછ્યું.

'ગાયભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર મને તિરસ્કાર થયો, ને તે મનુષ્યનો ખોરાક નથી એમ તો હું સદાય માન્તો, એટલે મેં દૂધનો ત્યાગ કર્યો.'

'ત્યારે તો બકરીનું દૂધ લેવાય, એમ કસ્તૂરબાઈ જે ખાટલાની પાસે