પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૯૭
 

કાંઈક મુસીબત થવા માંડી. અન્નપાન પણ ગળાની અડચણને લીધે પુરૂં લેવાય નહિ તેથી નબળાઈ વધતી ચાલી. આજ મટે કાલ મટે, આ ઉપાય પેલો ઉપાય, શુક્લને પુછીને ઉપાય, એમ કરતાં એપ્રિલની પંદરમી આવી. ટર્મ પૂરું થયું. કાંઈ મટ્યુ નહિ. દરમીઆન પ્રિન્સીપાલ સાહેબ તો મારા ઉપર કૃપાવંત જ હતા એટલે ગાજી ઉઠ્યા કે એકદમ નોકરીનું રાજીનામું આપવું. મેં મને મંદવાડ ઉપડતાં જ કહ્યું હતું કે સીકલીવ આપો. પણ તે નહિ, રાજીનામું જોઈએ. એ તે કેમ બને? સાત વર્ષ નોકરી થએલી, બીજાં ત્રણ થાય તો નિર્વાહ જોગ પેન્શન મળે ત્યારે વચમાં રાજીનામું આપી તુટ કેમ પડાય ? પણ તે મૂર્ખ શીદ સમજે? દરબારીઓની મારા પર ઠીક પ્રીતિ હતી ને તેમાં રા. લલુભાઈએ સારી ધીરજ આપી કે ચિંતા ન કરવી. વખત છે ગોરી ચામડી આગળ કોઈનું ન ફાવે એમ ધારી મેં મારા મિત્ર ગોપાળદાસને તથા પરમહિતૈષી રા. મનઃસુખરામજીને લખી દીધું કે મને બીજે કહીં ગોઠવો. – ભાવનગરમાં આ પ્રમાણે મનની ને તનની પીડા લગભગ બે માસ ભોગવી તેમાં બધો વખત કેશવરામ સારી રીતે સારવાર પાસે રહી કરતા હતા.

ટર્મ પૂરું થયું કે બધી આધિ વ્યાધિ ઉચકીને નડીયાદ આવ્યા. નડીયાદમાં મહાદુર્દશા થઈ. આવ્યા પછી બેએક દિવસે ગળામાં એવી પીડા થઈ ગઈ કે પાણી પણ ન ઉતરવા લાગ્યું, તો અન્નની કે દુધની વાત ક્યાં? એમ અન્નપાણી વિના પુરા દસ દિવસ પડી રહ્યો તે પછી દુધમાં બરફ નાખીને દુધ જરા જરા જવા લાગ્યું. જે નવટાંક પાશેર જાય તે ઉપર રહેવાનું. ઘણાં દવાદારૂ ચાલ્યાં પણ આરામ ન થયો. મુંબઈ જવું જોઈએ; પણ સાથે આવનાર કોઈ સ્નેહી નહિ. માતુશ્રીને લેવામાં નહિ, કેમકે છોકરાંને બહુ દુઃખ પડે. મેં મારા મિત્ર ચતુરભાઈને મોઢે ચઢી કહ્યું કે મને મુંબઈ પોહોચાડી જાઓ પણ તેમણે સાફ ના કહી કે મારો બાપ રજા ન આપે. મોહનલાલ મુંબઈ હતો તેને લખ્યું કે રહેજે ને હું આવીશ. તો તેણે લખ્યું કે મારા ભાઈની વહુને ઘરેણાં કરાવવાં છે માટે નહિ રહેવાય, અરે ઈશ્વર ! મારૂં કોઈ નહિ, ખેર મારો હરિ ને મારી હીમત એ નિરંતર મારાં જ છે. આવા સંકટમાં વળી બીજું ઉભું થયું. મારો બાપ તો મારી પાસે પણ આવતો નહિ ને કોણ જાણે ક્યાં રખડ્યા કરતો તથા રૂપીઆની માગણી કર્યા કરતો કે લાવો. એ દુષ્ટ વિષે શું કહું? કેવલ પૈસાનો જ સગો !! મારી માં મારી સેવા એક નિષ્ઠાથી ને બહુ દુઃખ વેઠી કરતી. આ પ્રસંગે મારા સસરા વગેરેએ બહુ કાલાવાલા કરી મારી સ્ત્રીને મારી પાસે મારે ઘેર રખાવી. તેનાથી મારી માને કાંઈ મદદ