પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૧૪. દાગીનાની ચોરી
તા. ૧૭–૧૧-૮૯
નડીયાદ
 

એકબે વાર વડોદરે ને એકાદ વાર પેટલાદ જઈ આવવું પડ્યું. તે બધું ઉદરનિમિત્ત જ. રા. રા. મણિભાઈ સાહેબનો પ્રયત્ન વડોદરામાં કહીં મને રખાવવા બાબત રા. રા. મનઃસુખરામભાઈની પ્રેરણાથી ચાલે છે – તેમાં વળી મારો પૂર્વનો મિત્ર ત્રિભુવનદાસ ગજ્જર પણ બહુ મદદ કરે તેવો યોગ છે - તે પણ મદદ કરે છે, કાંઈ થવાની આશા સર્વને છે, પછી તો પ્રારબ્ધ. પેટલાદ જવામાં પણ એવું જ નિમિત્ત હતું. ત્યાં કેટલીક જમીન મળી શકે તેમ સંભવ હતો તે પ્રયત્ન માટે ત્યાંના વહીવટદાર પાસે ગયો હતો.

પણ હું ત્યાં એક રાત્રીએ જમવા બેસવાની તૈયારીમાં હતો એટલામાં ચતુરભાઈનું પત્ર આવ્યું કે તમારા ઘરમાંથી દાગીના ગયેલા છે, તેમાં તમારા ભાઈનો હાથ છે, તુરત આવવું. રાતોરાત નીકળી તા. ૨૦-૧૦-૮૯ને રોજ આવ્યો. તપાસ શરૂ કરી. એમ સ્પષ્ટ જણાયું કે મણિલાલ દેવશંકર તથા માણેકલાલ નંદલાલ નામના બે છોકરાએ મારા નાનાભાઈને ક્રિકેટની પેટી લાવવાની તથા તે રમવા માટે જમીન રાખવાની અને તે બાબતની ક્લબ કરવામાંથી ફ્રી વગેરેની આવક થવાની લાલચ દેખાડી ધીમે ધીમે આશરે બે હજાર(હાલના સોનાના ભાવે)ના દાગીના કઢાવી લીધા. તથા તે એક મંગળ નામના માણસને મારા ભાઈની રૂબરૂ 133ઠેકાણે કરવા આપ્યા – મારા ઘરમાં દાગીનાની કાઢમુક તથા રૂપીઆની પણ કોઈ વાર આપલે મારો ભાઈ ઘણો વખત થયાં કરતો ને તેમાં એટલો પ્રમાણિક હતો કે અમારો સર્વનો તેના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આ દાગીના તેણે આપ્યા એ અજાયબીની જ વાત છે. છતાં આપ્યા એ તો નક્કી જ ને તે છેલ્લી ઘડીએ જણાયામાં આવ્યું. એ પછી શું થયું તેની મારા ભાઈને ખબર ન હતી, પણ જણાયું કે દાગીનામાંથી કેટલા (ત્રણ) મંગળ સોની જવેર ગલા પાસે ગળાવ્યા ને તે સોનું આ ગામના

૧૨૪