પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૨૫

એક શાહુકાર ઈશ્વર ભોગીદાસને ઘેર રૂ. ૮૦)માં મુક્યું. એ રૂપૈયા મંગળ મણિઆને આપ્યા તેમાંથી એક વોચ, ક્રીકેટની પેટી, વાજું, ઈત્યાદિ પરચુરણ સામાન તેણે આણી ગુપ્ત રાખ્યો તથા બીજા રોકડા રૂપૈયા મારા ભાઈએ લીધેલા તે પણ એક ભાવસાર સોનીને ઘેર તેણે વેપાર કરવા ઉછીના લેવા કરી છેતરી લીધેલા નીકળ્યા. આ બધી બાબતની ચોકસી હું, ભલાભાઈ મથુરભાઈ, ગોવર્ધન મોરલીધર, તથા શંકરભાઈ લખાભાઈ એટલાએ કરી ને તે બધી બીના અક્ષરશઃ ખરી નીકળી. આ વખતે બધી વાત પોલીસને ખાનગી રીતે જણાવી. તેમને મારા મિત્ર ગોપાળદાસના વડાભાઈ દેસાઈજી ખાનસાહેબે પણ બહુ ભલામણ કરી એ ઉપરથી પોલીસે પણ કેટલીક મદદ આપવા માંડી ને એક કાશીભાઈ મથુરભાઈ નામે માણસ, જે મંગળનો સગો ને પડોશી છે તથા જેને ઘેર દાગીના મંગળે મુકેલા એમ ઉપર જણાવેલા છોકરામાંનો માંણકો કહેતો હતો તેને પકડડ્યો. તેણે કબુલ કર્યું કે દાગીના મારે ઘેર આવેલા પણ છોકરા ગયા પછી મંગળ પાછા લઈ ગયો. પછી મંગળને પકડયો, ને બહુ સમજાવ્યો. ત્યારે તેણે હું, ચતુરભાઈ શંકરભાઈ, ભલાભાઈ મથુરભાઈ, દાક્તર સાહેબ, સાંકળચંદ, છોટાભાઈ મથુરભાઈ, તથા બાબરભાઈ ભુલાભાઈ તથા જમાદાર લક્ષ્મણ એટલાની રૂબરૂ કબુલ કર્યું કે હું દાગીના લાવી આપીશ તથા મારી પાસે છે. એજ દિવસે એટલે દીવાળીના પડવાની રાતે એ માણસે છોટાભાઈ મથુરભાઈને તોલા ૩ની સોનાની ઢાલકી આપી, ને તેમણે તે મારા મિત્ર ગોપાળદાસને આપી જે તેમણે બીજની 134સવારમાં પોતાના ઈનીસીઅલ્સ સાથે મને આપી. પછી મંગળને બોલાવ્યો કે બીજુ લાવ ત્યારે તે કેવળ ફરી ગયો અને કહેવા લાગ્યો કે મેં કબુલ કર્યું નથી ને સોનું આપ્યું નથી, તથા હું કાંઈ જાણતો નથી.

આટલે હકીકત અટકી. જાણવું જોઈએ કે મંગળ તે મારા સાસરામાં નોકરને નામે રહેલો છે ને લાંબી મુદતથી રહેલો છે. મારી સ્ત્રી જે નાસી ગઈ છે તેની જોડે એને સંબંધ છે; ને આ તપાસ ચાલી તેમાં પોલીસ તથા બીજા બધા માણસોને રૂબરૂ તથા બીજી રીતે એમ ખાતરી થઈ છે કે દાગીના મારી સ્ત્રીએ જ આ યુક્તિથી લેવરાવેલા છે, ને તેની પાસે જ છે. એ સ્ત્રીનો ભાઈ તથા મંગળ તે બન્નેએ એવી અનેક ચોરીઓ કરેલી છે. હવે આવો યોગ દેખવાથી પોલીસવાળા પણ ખસી જવા લાગ્યા. એ લોકો પોતે જ કહે છે ને અમને સર્વને પાકો શક છે કે ફોજદારનો કારકુન મણીઓ કરીને છે તે તથા એક કલ્યાણ નામનો પોલીસ જેની બાયડી પણ મંગળની રાખ છે