પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮. ધર્મ સંબંધી પાઠો


તા. ૧૧-૫-૯૦
નડીઆદ
 

ઘર સંબંધી એક હકીકત નોંધવા જેવી છે. પેલી રાંડને જ્યારે પકડી આણી હતી ત્યારે તેણે કહ્યું હતું કે મેં મંગળીઓ રાખ્યો છે, મારી બેને કલ્યાણીઓ રાખ્યો છે, ને મારા ભાઈએ કલ્યાણીઆની વહુ રાખી છે. તે વાતમાંનો એક ભાગ બરાબર ખરો પડ્યો છે, જે ઉપરથી તેમાંના બીજા ભાગનું ખરાપણું પણ સાબીત થવા જાય છે. ચાલતા સંવત ૧૯૪૬ના ફાગણ વદ ૧૪ ને રોજ સવારમાં મારા સાડુ જીવતરામના ઘર આગળ જબરું તોફાન મચ્યું. કાંઈક ખાનગી અણબનાવના સંબંધથી કલ્યાણીઆની વહુ જીવતરામના ઘેર જઈ ગાળો દેવા લાગી, ને છેડો વાળી બેઠી, તથા સો બસો લોક ભેગા થઈ ગયા તેના આગળ કહેવા લાગી કે તારી બાયડીએ મારું ઘર ખરાબ કર્યું તો તું મને રાખ. આ ઉપરથી બધો દિવસ જીવતરામના ઘરમાં કંકાસ ચાલ્યો ને જીવતરામે પોતાની બાયડીને મારી તથા એકબે દિવસ ઘરમાં કેદ રાખી. આ લોકોની આવી હકીકત જગત્ પ્રસિદ્ધ છે, એટલે મારી સ્ત્રી કહેવાતી વેશ્યાને હું કદી પણ હવેથી સ્વીકારું નહિ તો તેમાં મારો દોષ નથી, અથવા તે રાંડનો મારા પર કશો હક નથી.

જે રકમો મારા ઘરમાંથી મારા ભાઈ મારફત ગયેલી છે તેના સંબંધમાં બાળાશંકરે શિવરાત્રીનો વાયદો કરેલો, ને પછી તેણે એવો વાયદો કર્યો કે ઈસ્ટરમાં દેવશંકર આવશે એટલે નીકાલ કરીશું. તે પછી પાછો તે વૈશાક સુદ ૭ ને દિવસ મારી પાસે આવ્યો ને કહે કે આ પુનેમ સુધીમાં તને અમે અવેજ પોહોચાડીશું કેમકે શું પોહોચાડવું તે અમે નક્કી કરેલું છે, મારે મારા ચોપડામાં હીસાબ રાખવો નથી. મારે બારોબાર મારા ખાનગીમાંથી અપાવવાનું છે, ને ગુમાસ્તો બહાર ગયેલો છે, તથા હું હમણાં મારી સાળીના સીમંતની ખટપટમાં છું તેથી થોડી જ મુદતમાં પુનેમ પહેલાં તને આ ઘર કરવામાં