પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

કદિ સત્ય બતાવે તો સારું. નેશનલ કોન્ગ્રેસની કમીટી ખેડા પંચમહાલને માટે નડીયાદમાં સ્થપાઈ છે તેમાં હું અને હરિલાલ પંડ્યા સેક્રેટરી છીએ. એ કમીટી તરફથી તથા અમદાવાદ જીલ્લા તરફથી હું આ વર્ષ ડીલીગેટ છું, પણ જઈ શકાય એમ નથી, વડોદરા તરફથી દ્વયાશ્રય, ગોરક્ષતક, ભોજપ્રબંધ કરી ચુક્યો અને ષડ્ર્દર્શનસમુચ્ચય હાલ કરું છું. સોસાઈટી માટે ડીડક્ટીવ લોજીક અને કચ્છ માટે ઈન્ડક્ટીવ લોજીકને પણ રચવાના વિચારમાં છું.

લખવું ભુલી ગયો કે મછુઆરી મીલકતની વ્યવસ્થાની ફારગતી તથા મારી જે આગવી રહે તેનું વીલ મેં તા. ૨૧-૭-૯૦ તથા ૨૩-૭-૯૦ રોજ કરી મુક્યું છે તે આ સાથે લાગુ છે – એમાં ફેરફાર કર્યા વિના મારો દેહ પડે તો તે વીલ પછી જે જે મેં પ્રાપ્ત કર્યું છે તે મારો ભાઈ તથા મારા દીકરા ત્રણે ત્રણ ભાગે દરેક સરખું ખાય એમ મારી મરજી છે. પણ થોડે વખતે બધું સ્થિર થશે અને છોકરાં વગેરેને પરણાવી કરી ઠરીશ, ત્યારે તે વીલ ફરી સુધારીશ.