પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

જે નિત્યક્રમ છે તે ચાલે છે, ને તેમાં સપ્તશતી પાછી ચલાવી છે. હાલમાં તો બાળાનો જપ, અને સપ્તશતી, તથા શ્રીયંત્રની પૂજા એ આદિનું ફલ અપૂર્વ જણાવા લાગ્યું છે.

મારા મિત્રવર્ગમાં બહુ સારો ભાવ ચાલ્યાં જાય છે. લોકોમાં તો મારા વિચાર ઉપર બહુ જ રુચિ પ્રવર્તી છે. મારા મિત્રોમાં જે છોટાલાલ વજુભાઈ છે તેણે પ્રેમની પરાકાષ્ઠાનું કામ સાધ્યું છે. હું સમજતો નથી કે તે મેં સ્વીકાર્યું તેમાં સારૂં કર્યું કે ખોટું પણ તેણે તેની સ્ત્રીને કાંઈ પણ સંકોચ વિના મારી કરી આપી છે, અને અમે ત્રણે એક જ હોઈએ તેમ તેણે કર્યું છે. હું આ માટે તેનો નિરંતર દાસ છું, પ્રેમથી બાંધેલો છું, પણ એ થવાથી એક મહાલાભ મેં એ સાધ્યો છે કે મારી આ બાબતમાં જે નઠારી ચંચલ વૃત્તિ છે તેને બીલકુલ ઠેકાણે લાવવી. સંકલ્પ કર્યો છે કે કોઈ સ્ત્રી તરફ હવે વૃત્તિ જવા દેવી નહિ, જ્યારે વર્ષે છ મહીને બે વર્ષે આ કહી તે સ્ત્રી મળે ત્યારે તે વાત, મરજી હોય તો કરવી – મારાથી આ મિત્રને માટે જે થઈ શક્યું છે તે ઉપરાંત શું થાય છે તે મારે નિરંતર કાળજીથી વિચારવાનું છે.